- સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું મોત
- અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવકનું મોત
- યુવાનના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઇ
જામનગરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયુ છે. જેમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું મોત થયુ છે. તેમજ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવકનું મોત થયુ હતુ. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઇ છે.
હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો
ગતરોજ યુવાનને તાવ શરદી સંબંધિત શારીરિક તકલીફ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેમાં હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું છે. આંકડાકીય માહિતી પર નજર નાખીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલના ચોપડે હદય સંબંધિત બીમારીઓમાં પણ મોટો વધારો નોંધાઇ રહ્યો છે અને આ આંકડો ત્રણ વર્ષમાં 6 હજારને પાર થઈ ગયો છે.
3 વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી
છેલ્લા 3 વર્ષમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓની સંખ્યા વધી છે. વર્ષ 2021માં 1879 દર્દીઓ, વર્ષ 2022માં 2426 દર્દીઓ અને વર્ષ 2023ના 10 મહિનામાં જ 2646 દર્દીઓએ હ્રદયરોગ સંબંધિત બીમારીઓની સારવાર લીધી હતી. આવું હોસ્પિટલમાં સત્તાવાર રીતે આંકડાઓમાં સામે આવ્યું છે. કોરોનાકાળ બાદ સૌથી મોટી ઉપાધિ સમાન યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા રિસર્ચ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે ફરીથી હાર્ટ એટેકથી મોતના બનાવ સામે આવ્યા છે.
મહેસાણામાં જ એક હોમગાર્ડ જવાનનું એટેક આવતા મૃત્યુ
છેલ્લા કેટલાક સમયથી હાર્ટ અટેકની જે ઘટનાઓ સામે આવે છે તે ચિંતાજનક છે. પહેલા હાઇ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે લોકોને હાર્ટ એટેક હાર્ટ એટેક આવ્યાની વાત સામે આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે અને તેનું મોત થઈ જાય તેવી ઘટનાઓમાં વધારો થવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે મહેસાણામાં જ એક હોમગાર્ડ જવાનનું એટેક આવતા મૃત્યુ થયું તે જવાન મોઢેરા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો.









