• પાછળ બેઠેલા ઘાયલ યુવકને હોસ્પીટલમાં ખસેડાયો

  • કલોલની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી
  • બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે

કલોલ તાલુકાના ધાનજ ગામે રહેતા બે યુવકો મોપેડ લઈને જાસપુર થી ધાનજ પરત આવી રહ્યા હતા. ત્યારે ટ્રકના ચાલકે તેની ટ્રક ગફલતભરી રીતે હંકારીને મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ સવાર યુવકનું મોત નિપજ્યું હતું. મૃતકની લાશને પી.એમ. અર્થે કલોલની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે.

કલોલ તાલુકાના ધાનજ ગામે રહેતા પરમાર રાહુલ રમેશભાઈ (ઉ.વ. 19) તથા તેનો પિતરાઈ ભાઈ પરમાર દિક્ષિત ગીરીશભાઈ બંને જણા મોપેડ લઈને ધાનજ થી જાસપુર કામ અર્થે ગયા હતા. અને કામ પુરૂં થતા તેઓ જાસપુર થી ધાનજ મોપેડ ઉપર પરત આવી રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ આવી રહેલ ટ્રકના ચાલકે તેની ટ્રક ગફલત ભરી રીતે હંકારીને મોપેડને ધડાકાભેર ટક્કર મારતા મોપેડ ટ્રકના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું. જ્યાં એકટીવા સવાર પરમાર રાહુલ રમેશભાઈ (ઉ.વ. 19) નું ગંભીર ઈજાઓના પગલે મોત નિપજ્યું હતું. ટ્રકનલ ચાલક અકસ્માત કરી ટ્રક મુકીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ પરમાર દિક્ષિત ગીરીશભાઈને સારવાર માટે કલોલની સીવીલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેમજ મૃતકની લાશને કલોલની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.


  • Follow us on: