વડોદરામાં રૂપિયાની લેતીદેતીમાં અપહરણ કરી યુવકને માર મારતા મોત થયુ હોવાની વાત સામે આવી છે,જેમાં પહેલા યુવકનું અપહરણ કરવામાં આવે છે અને તેને માર મારવામાં આવે છે જેના કારણે મોત થયું છે,સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો અને અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
રુપિયાની લેતીદેતીમાં યુવકને અજાણ્યા શખ્સોએ માર્યો માર
વડોદરામાં રૂપિયાની લેતીદેતીમાં પાર્થ સુથારનું અપહરણ કરી માર મારવાં આવ્યો હોવાની વાત સામે આવી છે જેમાં અજાણ્યા શખ્સોએ યુવકને માર મારતા મોત થયું છે,વડોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી છે.અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી છે,પરિવારનો આક્ષેપ છે કે યુવકને પહેલેથી જ મારી નાખવાનો પ્લાન હતો જેના કારણે અપહરણ કરવામાં આવ્યું છે,ત્યારે પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી નથી.
વડોદરાના પાદરામાં પણ બે દિવસ પહેલા અપહરણની ઘટના બની
પાદરા ખાતે બે જણા વર્ષ અગાઉ યુવકને બજાર ભાવ કરતા રૂ.10 ઓછામાં ડિઝલ આપવાનું જણાવી રૂ.60 હજાર લઈને ફરાર થઈ ગયા હતા. જોકે ત્યારબાદ બંને જણા અને યુવક વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે તેની અદાવત રાખીને તે બંને ગઠિયા સહિત ચારે યુવકનું કારમાં અપહરણ કરી તેને માર માર્યો હતો.આ મામલે કપુરાઈ પોલીસે ગુના નોંધીને તપાસ હાથ ધરી હતી. પાદરા સંતકેવલ ફળિયામાં રહેતો મિલન હસમુખ પટેલ ડ્રાઇવિંગનું કામ કરે છે, એક વર્ષ અગાઉ મિલનના ગામમાં સતીષ જાદવ નામનો યુવક આવ્યો હતો.









