- ટીકર રોડ પર અજાણ્યા યુવાનનું હાર્ટએટેકથી મોત થતાં ચકચાર
- હળવદ તાલુકામાં અપમૃત્યુના બે બનાવ નોંધાયા
- ટીકર રોડ પર અજાણ્યા યુવાનનું હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું
મોરબી જિલ્લાના હળવદમાં રવિવારે એક જ દિવસમાં જુદા જુદા બે અપ મૃત્યુના બનાવો બન્યા છે. જેમાં બે યુવાનોના મોત નીપજયા હતા. જુના દેવળીયા ગામે અસ્થિર મગજનો યુવાન તળાવમાં ડૂબી જતાં મોત થયું હતું. જ્યારે હળવદ શહેરમાં ટીકર રોડ પર અજાણ્યા યુવાનનું હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું હતું.
આ બનાવની હળવદ પોલીસ સુત્રો પાસેથી વધુમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને થોડા અસ્થિર મગજના સોમાભાઈ નાનજીભાઈ રાઠોડ ઉંમર વર્ષ 40 આજે બપોરના સમયે ગામ પાસે આવેલ તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે હળવદ પોલીસના મહિપતસિંહ ઘટના સ્થળે દોડી જઈ મૃતકની લાશને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવી પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










