- પોલીસની સમજાવટ બાદ મૃતદેહ સ્વીકારાયો
- ઘટના સ્થળે મોત નીપજ્યું હતું
- ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડયા હતા
વડગામ તાલુકાના પીરોજપુરા ગામે શુક્રવાર બપોર ના સુમારે ગામ ના 35 વર્ષીય યુવક ડમ્પર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકો ઉમટી પડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકાના પીરોજપુરા ગામે તળાવ ના ખોદકામ દરમિયાન માટી ભરી જતા ડમ્પર ચાલકે તળાવ નજીક રહેતા નરેશભાઈ સદાભાઈ (ઉ.વ.35 )ને ટક્કર મારતા ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકના પરિવારે મૃતદેહનો કબ્જો લેવાનો ઇનકાર કર્યો હતો.










