આમોદ - જંબુસરને જોડતા ઢાઢર નદીના પુલ ઉપર ભરૂચ જિલ્લા કલેક્ટર ની સૂચના ના પગલે તાત્કાલિક રોડ બનાવવા ની કામગીરી હાથ ધરાતા વાહનચાલકો મા આનંદ ની લાગણી પ્રવર્તી છે.
ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણા જંબુસર તાલુકાની મુલાકાતે આવ્યા હતા.મુલાકાત દરમ્યાન કલેક્ટરે જંબુસર આમોદ વચ્ચે આવેલ ઢાઢર પુલ ઉપર ખાડા પડેલા નિહાળ્યા હતા. પુલ ઉપર ના ખાડા ઓ ના કારણે વાહનચાલકોને ભારે હેરાન થવુ પડતું હતું. પુલની સ્થિતી થી વાકેફ્ થયેલ કલેક્ટર ગૌરાંગ મકવાણા એ માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓ ને તાકીદે કામગીરી કરવા સુચના આપી હતી.










