આમોદ તાલુકાના ઓચ્છણ ગામની ભાગોળે સાંપા પાટીયા તરફ્ જતા ટ્રેક્ટરને પોલીસે ઊભુ રાખી તેના ડ્રાઇવર ઇશ્વરભાઇ શનાભાઇ રાઠોડની પૂછપરછ કરી તપાસ કરતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં ચોખા થેલી નંગ-28 તથા ઘઉં થેલી નંગ-19 આમ કુલ થેલી નંગ-47 જે અનાજનો સામાન હતો. ટ્રેક્ટર,ટ્રોલી તથા અનાજના માલિક ભુપેન્દ્રભાઇ ભગુભાઇ પટેલ રહે.કેશવ પાર્ક, કરજણનુ જણાવેલ. જેથી માલિકને બોલાવી પુછપરછ કરતા ગલ્લા તલ્લા કરતાં તેમજ અનાજનું કોઇ બીલ કે આધાર પુરાવો નહોતો. જેથી પોલીસે તાલુકા પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમારે અનાજનો રૂ.70,560 નો જથ્થો સીઝ કર્યો હતો.
દુકાન સંચાલકના જવાબો લેવાયા










