- અભિષેક સાથે બ્રેકઅપનું કારણ અન્ય એક મોડેલ : સૂત્રો
- બ્રેકઅપ બાદ તાન્યા ડિપ્રેશનમાં રહેતી હતી
- તાન્યાના મોબાઈલમાંથી કઈ નથી મળ્યું તે એક સવાલ
સુરતની મોડેલ તાન્યા સિંઘના આપઘાત કેસમાં પોલીસને વધુ સફળતા મળી રહી છે. જેમાં તાન્યાના મોબાઈલનો IDPR રિપોર્ટ આવ્યા છે. જેના સાથે જ અભિષેક શર્માએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે. જેમાં તેણે જણાવ્યું કે, એક વર્ષ પહેલા બ્રેકઅપ થયું હતું. આ પછી પોલીસે વિવિધ અન્ય મુદ્દા અંગે પણ તપાસ હાથ ધરી છે.
તાન્યા સિંઘના આપઘાત અંગે કારણ હજી પણ અકબંધ છે. જેમાં બંને કેવી રીતે વાત કરી રહ્યા હતા તેની પણ માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તાન્યા અને અભિષેક ફેસ ટાઈમથી વાત કરતા હતા. તેમજ બંનેના વધુ ફોટો પણ પોલીસને મળી આવ્યા છે. જેના સાથે જ અન્ય લોકોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.
આ તરફ સૂત્રા પાસેથી એવું પણ સામે આવી રહ્યું છેકે, અભિષેક સાથે બ્રેકઅપનું કારણ અન્ય એક મોડેલ હતી અને બ્રેકઅપ બાદ તાન્યા ડિપ્રેશનમાં રહેતી હતી. જેના ઉપરાંત તાન્યાના મોબાઈલમાંથી કઈ નથી મળ્યું તે એક સવાલ થઈ રહ્યો છે. જ્યારે બંનેના સ્નેપચેટ પર વાત કરતાં હોવાથી પુરવા મેળવવામાં મુશ્કેલી થઈ રહી છે.

પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 25 લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. જેના આધાર પર હાલમાં કોઈ પણ કારણ સામે આવી રહ્યું નથી. તાન્યાના મોબાઈલની સાથે સાથે પોલીસ દ્વારા તેના બેન્ક ડિટેઈલની પણ તપાસ કરવામાં આવી રહી છે. જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહ્યું છે.
છેલ્લા કોલ અંગે તપાસ શરૂ
આપઘાત પહેલા તાન્યાએ હોર્સ રાઈડિંગની ઈચ્છા વ્યક્ત કરી હતી. હોર્સ રાઈડિંગ કરાવતા કોચને ફોન કરીને તેને આ અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે જ લંડનથી સુરત આવેલી મિત્રનું અભિષેક સાથે એક વર્ષ અગાઉ બ્રેકઅપ થયાની વાત તાન્યાએ જણાવી હતી. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મોબાઈલ CDRના આધારે તપાસ કરી રહી છે. આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે વીડિયો કોલ પર અંગત વાતો કરી હતી. આ મિત્ર ભારત આવી ત્યારે તાન્યાએ તેનું ક્રિકેટર સાથે બ્રેકઅપ થઇ ગયાની જાણ કરી હતી. બ્રેકઅપ થયું ત્યારે તેની ફ્રેન્ડ અહીં ન હતી.









