- આગામી 7 મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ શરૂ
- પ્રાંત અધિકારી, બાલાસિનોર હિરેનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ થઈ રહી
- હાઈસ્કુલ ખાતે 12 માસ્ટર ટ્રેનરો દ્રારા પોલીંગ સ્ટાફને આપવામાં આવતી
આગામી 7 મે ના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ શરૂ કરાઈ છે. જેમાં 1,200 જેટલા કર્મચારીઓને પ્રિસાઈડીંગ, આસીસ્ટન પ્રિસાઈડીંગ ઓફીર, મહીલલા પોલીંગ સ્ટાફને ઈવીએમ ઓપરેટ કરવા અને મતદાન પ્રક્રિયામાં કેવી રીતે કાળજી લેવી તે અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું
18 પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ 121 બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી 18 પંચમહાલ સંસદીય મતવિભાગ અને પ્રાંત અધિકારી, બાલાસિનોર હિરેનભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ થઈ રહી છે. ચૂંટણીના આયોજન અંગે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારી, કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. જેમાં બાલાસિનોર નગરના સેવાલીયા રોડ પર આવેલ કરૂણાનીકેતન હાઈસ્કુલ ખાતે 12 માસ્ટર ટ્રેનરો દ્રારા પોલીંગ સ્ટાફને આપવામાં આવતી ટ્રેનિંગ સમયે મદદનીશ ચૂંટણી 18 પંચમહાલ સંસદીય મતવિભાગ અને પ્રાંત અધિકારી, બાલાસિનોર હિરેનભાઈ ચૌહાણે પોલીંગ સ્ટાફ તાલીમ વર્ગોની મુલાકાત લીધી હતી આ પોલીંગ સ્ટાફને થીયરી અને પ્રેકટીકલી તાલીમ આપી ચૂંટણી પ્રક્રિયાની ઉંડાણપૂર્વક સમજુતી આપી તાલીમ પછી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું.










