ભરુચમાં તલાટી, વીસી સહિત 3 લોકો લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યા છે. જમીનમાં વારસાઈ બાબતે 8 હજારની લાંચ લેતા શુક્લતીર્થ ગામના તલાટી સહિત ત્રણને ACBએ ઝડપી પાડ્યા છે. ACBએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


જમીનમાં વારસાઈ બાબતે માગી હતી 8 હજારની લાંચ

મળતી મહિતી મુજબ, ભરૂચના શુકલતીર્થ ગામના તલાટી સહિત વીસી અને ખાનગી વ્યક્તિ ACBના ઝપેટમાં આવ્યા છે. ભરૂચ ACBએ ત્રણ લાંચિયા અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પાસેથી જમીનમાં વારસાઈ બાબતે લાંચિયા અધિકારીઓએ 8,000ની લાંચ માંગી હતી. જાગૃત નાગરિક લાંચ આપવા ન માગતો હતો. તેણે ACBને સંપર્ક સાધતા ACBએ છંટકું ગોઠવીને તલાટી-વીસી સહિત 3 લોકો લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.  ભરૂચ એસીબીના જે એમ સિંદે પોલીસ ઇન્સ્પેક્ટર લાંચિયાઓની શાન ઠેકાણે લાવી દીધી. 

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

  • Follow us on: