- કોમ્પ્યુટર ઓપરેટર મેઘરાજસિંહ છાસટીયા ઝડપાયો
- ઇન્ડેકસ નકલ કઢાવવા માટે માગી હતી રૂ.3000ની લાંચ
- નડિયાદ કલેકટર ઓફીસમાં ACBનું ઓપરેશન સફળ
લાંચ માંગવાને લઈ અધિકારીઓ જરાયે અચકાતા નથી,નોકરી પર પગાર તો મળે છે,પણ આ પગાર સાઈડમાં રહ્યો તેમને જોઈએ છે લાંચ,આવી જ એક ઘટના નડિયાદ કલેકટર કચેરીમાં બની જેમાં ACBએ કોમ્યુટર ઓપરેટરને લાંચ લેતા ઝડપી પાડયો છે,હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી છે.
સબ રજીસ્ટર ઓફિસ
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે લાંચિયો અધિકારી લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયો છે,કોમ્પ્યુટર ઓપરેટર મેઘરાજસિંહ છાસટીયાએ અરજદાર પાસેથી ઈન્ડેકસ નકલ કઢાવવા માટે રૂ 3000ની લાંચ માંગી હતી,તો અરજદારે ACBમાં અરજી કરતા,ACBએ સમગ્ર ઓપરેન પાર પાડયુ,અને ઓપરેટરની ધરપકડ કરી હતી.સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો,આરોપીએ વધારે રૂપિયાની લાંચની માંગણી કરી હતી,પરંતુ છેલ્લે રૂ 3000 પર આવીને સમગ્ર વાત અટકી હતી.

મિલકતોની થશે તપાસ
ACBએ હવે તેમની મિલ્કતો સહિતની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરુ કરી છે.કોમ્પ્યુટર ઓપરેટરના પરિવાર સહિતની આવકના સ્ત્રોતની વિગતો પણ એકઠી કરવામાં આવશે,જેને લઈ તેઓએ ભ્રષ્ટાચારથી અત્યાર સુધી કેટલી રકમ એકઠી કરી એ પણ તપાસવામાં આવી શકે છે.









