અમદાવાદનો બગોદરા બાવળા હાઈવે ફરી એક વખત ગોઝારો બન્યો. બાવળા હાઈવે પર ડમ્પરચાલકની બેદરકારીએ અકસ્માત સર્જયો. બગોદરા બાવળા હાઇવે પર બેફામપણે વાહન હંકારતા ડમ્પરચાલકે રાહદારીને અડફેટે લીધો. અકસ્માતની ઘટનામાં રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજયું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

ડમ્પર ચાલકે રાહદારીને લીધો અડફેટે
મળતી માહિતી મુજબ આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ બગોદરા બાવળા હાઇવે પર અકસ્માતની ઘટના બનવા પામી. બાવળા હાઇવે પર પૂરપાટ વેગે આવતા ડમ્પરચાલકે બેફામ પણે વાહન હંકારતા રસ્તે ચાલતા રાહદારીને અડફેટે લીધો. રાહદારી રામનગર પાટીયા પાસે સ્તો ક્રોસ કરી સામે બાજુ જતો હતો ત્યારે ચાલકની બેદરકારીના કારણે ડમ્પર સાથે અથડાયો. ભારે વાહન સાથે અથડાતા રાહદારીને ગંભીર ઇજા થઈ. સવારના સમયે હાઈવે પર લોકોની અવર-જવર હતી. અકસ્માતને પગલે લોકોની ભીડ ભેગી થઈ અને પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ પોતાની ટીમ એમ્બ્યુલન્સને લઈ ઘટનાસ્થળ પર પંહોચી. 

બાવળા હાઈવે બન્યો ગોઝારો
ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો. પરંતુ સારવાર દરમિયાન ગંભીર ઈજાને પગલે રાહદારીનું મોત નિપજયું.પોલીસની તપાસમાં રાહદારી અંદાજે 39 વર્ષનો રાજસ્થાની યુવાન હોવાનું સામે આવ્યું. પોલીસે મૃતકના પરીવારને બનાવની જાણ કરી યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. થોડા દિવસો અગાઉ જ બાવળા નજીક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જેમાં ફેદરાથી પીપળી રોડ પર ટ્રક પાછળ બાઇક અથડાતા બે લોકોના મોત નિપજયા હતા. જ્યારે અન્ય એક અકસ્માતમાં બોલેરો ગાડી અને રીક્ષાચાલકની ટક્કર થઈ હતી. જેમાં રીક્ષાચાલકનું તાત્કાલિક સારવાર ના મળતાં મોત નિપજયું હતું. બાવળા હાઈવે પર અકસ્માતોમાં વધારો થયો છે. હાઈવે પર અકસ્માતની ઘટના અટકાવવાને લઈને તંત્ર દ્વારા વધુ પ્રયાસો
  • Follow us on: