મણીનગર ઝઘડીયા બ્રીજ પર ગત 20 ડિસેમ્બરે રાત્રીના સમયે અજાણ્યા વાહન ચાલકની ટક્કરથી ટુવ્હિલર ચાલકને હેમરેજ થયુ હતુ. જેથી ડોક્ટરે હેમરેજનું ઓપરેશન કર્યુ જે બાદ બ્રેનડેડ થતા યુવકનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ તેનુ અંગદાન કર્યા બાદ જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
મુળ ભાવનગરના અને હાલ રખિયાલમાં રહેતા 30 વર્ષીય હિતેષભાઈ મારૂ પાંચ કુવા ખાતે આવેલ એક પ્લાસ્ટિકની કંપનીમાં નોકરી કરતા હતા. ગત 20 ડિસેમ્બરે રાત્રીના સમયે ટુવ્હિલર લઈને મણીનગર ઝગડીયા બ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર પટકાતા હિતેષભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ડોક્ટરે તેમને હેમરેજ હોવાનું જણાવ્યુ હતુ અને તેનુ ઓપરેશન કર્યા બાદ તેમને બ્રેનડેડ થયુ હતુ. જે બાદ પરિવારના સભ્યો દ્વારા તેમનું અંગદાન કરાવી અંતિમ વિધી કરાવી હતી. આ અંગે જે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.










