• આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
  • નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી
  • સુરત, દમણમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.ગુજરાતમાં અગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે સાથે સાથે માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે,ઓફસોર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે,તો બીજી તરફ અમદાવાદમા સામન્ય વરસાદની આગાહી કરાઈ છે.

જાણો કયાં પડી શકે છે ભારે વરસાદ

[[$googlead]]

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ દાદરાનગર હવેલી,નર્મદા, ભરૂચ,તાપી,ડાંગ,કચ્છ, બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે,આ વરસાદ ભારે પવન સાથે પણ ફૂંકાઈ શકે છે.

[[$alsoread]]

જાણો કયાં પડી શકે છે મધ્યમ વરસાદ

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ અમદાવાદ,ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ પડશે સાથે સાથે ઉત્તર,મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ ઓછો રહેશે.ગુજરાતમાં 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

જાણો કયાં અપાયું ઓેરેન્જ એલર્ટ

ત્રીજી ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદનું જોર રહેતાં, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પાંચમી ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

પાંચમી ઓગસ્ટે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળશે. જેમાં માત્ર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એળર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે આ સિવાયના 31 જિલ્લામાં વરસાદનું પ્રમાણ નહિવત રહેશે. 

  • Follow us on: