સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી એકાઉન્ટન્ટને નોકરીએ રાખવો એક વેપારીને ભારે પડી ગયું છે. શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. અવસર ફેટાની દુકાનના માલિક અનિલભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં એકાઉન્ટન્ટની નોકરી માટે જાહેરાત આપવામાં આવી હતી અને આ જાહેરાત જોઈને ધ્રુવ પંડ્યા નામનો ઈસમ અનિલભાઈની દુકાનમાં 18,000 રૂપિયાના પગારમાં એકાઉન્ટ તરીકે નોકરીમાં લાગ્યો હતો.


[[$googlead]]

એકાઉન્ટન્ટે માલિક અને તેમના ભાઈના એકાઉન્ટમાંથી પૈસા તફડાવી લીધા

ત્યારે નોકરી પર લાગ્યા બાદ ધ્રુવ પંડ્યા નામના વ્યક્તિએ દુકાનના માલિક અનિલભાઈના પિતા અને ભાઈના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. એકાઉન્ટ દ્વારા 17.73 લાખ રૂપિયાની છેતરપિંડી વેપારી સાથે કરવામાં આવી હતી. ધ્રુવ પંડ્યાએ પોતાની માતા અને પત્નીના બેન્ક એકાઉન્ટમાં 17,73,000 ટ્રાન્સફર કર્યા હતા. જણાવી દઈએ કે 27 નવેમ્બર 2024થી 19 જાન્યુઆરી 2025 સુધીમાં 17 લાખ 73 હજાર રૂપિયા ધ્રુવ પંડ્યાએ પોતાની પત્ની અક્ષિતા અને માતા હંસાબેનના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ધ્રુવ કામના સ્થળે કામ કરવાની જગ્યા પર ગેમ રમતો હોવાથી તેને નોકરી પરથી માલિક દ્વારા છૂટો કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ધ્રુવ પંડયાની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

[[$alsoread]]

સુરત શહેરમાં ફરી લૂંટેરી દુલ્હન ઝડપાઈ

સુરત શહેરના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નિકાહના નામે અમદાવાદ ખાતે રહેતા એક દિવ્યાંગ યુવક સાથે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પાંચ મહિલાની ગેંગે નિકાહનું નાટક રચીને યુવક પાસેથી એક લાખ રૂપિયા પડાવ્યા હતા. બાદમાં નિકાહની રાત્રે જ દુલ્હન તેના પરિવાર સાથે ભાગી ગઈ હતી. આ સમગ્ર મામલે યુવકે અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ મહિલા ગેંગની ધરપકડ કરી છે, તેઓની તપાસમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. 

  • Follow us on: