સુરતમાં રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ચોરી કરતા આરોપીની પોલીસે ધરપકડ કરી છે,આરોપી સફીક ઉર્ફે કેરોસીન શેખની ધરપકડ કરવામાં આવી છે તો અન્ય મુસાફરોની નજર ચૂકવીને રોકડની ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે,ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે,અત્યાર સુધી કયા અને કેટલી જગ્યાએ ચોરી કરી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.
અન્ય પેસેન્જરની નજર ચૂકવી રોકડ ચોરી લેતો
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અન્ય મુસાફરોની નજર ચૂકવીને રોકડની ચોરી કરી લેતો હતો અને મુસાફરોને વાતોમાં ભેળવી ખબર ના પડે તે રીતે રૂપિયા નીકાળી દેતો હતો આરોપી સુરતથી વલસાડથી રિક્ષા લઈને ગયો હતો અને કારસ્તાન કર્યુ હોવાની વાત સામે આવી છે સમગ્ર કેસમાં સુરત એસઓજીને બાતમી હતી અને તેના આધારે કામગીરી કરવામાં આવી છે તો સુરત એસઓજીએ આ કેસમાં વલસાડ પોલીસને આરોપી સોંપ્યો છે.
એક મહિના અગાઉ પણ રિક્ષામાં લૂંટ ચલાવનારા ઝડપાયા
સુરતમાં રિક્ષામાં બેસેલા ત્રણ પેસેન્જરોએ રિક્ષા ચાલકને છરો તથા લોખંડની હથોડી કાઢી માર મારવાની ધમકી આપી રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન, ભાડા બચતના રોકડા રૂપિયા અને રિક્ષા મળી કુલ 2.45 લાખની લૂંટ કરી નાસી ગયા હતા. જે ગુનામાં કાપોદ્રા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીઓની પૂછપરછમાં તેઓએ પોતાનું નામ ગૌતમ ચેતનભાઈ ડાભી અને વસંત કેશુભાઈ સોલંકી હોવાનું જણાવ્યું હતું અને તેઓએ લૂંટના ગુનાને પણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું









