- લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે કોઈ લેવાદેવા ન હોય છતાં માંગતા ખંડણી
- પૈસા પડાવવા આ ગેંગના નામનો ઉપયોગ કર્યો હોવાનો ઘટસ્ફોટ
- આરોપી સામે એકાદ બે નહિ બિહારમાં 46 ગુન્હા નોંધાયેલા હોવાનું ખુલ્યું
મોરબી સીરામીક ઉધોગપતિ પાસે લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. 25 લાખની ખંડણી માગવાના કેસમાં પોલીસે બિહારથી આરોપીને દબોચી લઈને કડક પૂછપરછ કરતા આ આરોપીને લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે સ્નાન સુતક નોય સબંધ નથી પણ પૈસા પડાવવા આ ગેગનો ઉપયોગ કરતો હોવાનો ધડાકો થયો છે. હાલ પોલીસે આ આરોપીની રોકડા રૂ.દોઢ લાખ સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના નાની વાવડી ગામે રહેતા સીરામીક ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરા પટેલ ઉ.વ.39,ને ગત તા.29 જુલાઈના રોજ તેના મોબાઇલફોન ઉપર લોરેન્સ બિશ્નોઇ ગેંગના માણસના નામે વોટસઅપ ઉપર મેસેજ, કોલ, તથા વોઇસ રેર્કોડીંગ તથા અગ્નિ શસ્ત્ર (હથિયાર)ના ફોટોગ્રાફ તથા અનિલભાઇના વેપાર ધંધાની વિગતો મોકલી રૂ. 25 લાખની ખંડણી માંગણી કરેલ જે બાબતની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી સીટી એ ડિવી.માં ગુનો નોંધી એલસીબી, એસઓજી, અને એ ડીવીજન પોલીસની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં એક ટીમ તપાસ માટે બિહાર પહોંચી હતી.

તપાસ દરમ્યાન પશ્ચિમ ચંપારણ બેતીયા, બિહાર ખાતે અનેક શકમંદોને પૂછપરછ કરતા કલીમુલ્લા મોમતાઝ અન્સારી ઘણા બધા મોબાઈલ, એટીએમ, સિમ કાર્ડ સાથે મળી આવતા તેને હસ્તગત કર્યો હતો ત્યારે બિહાર પોલીસે તેની અન્ય ગુનામાં તેની ધરપકડ કરી તાપસ હાથ ધરી હતી. દરમ્યાન આ શખ્સની પૂછપરછ કરતા તેનો ભાઈ મોરબીના કેસમાં સંડોવાયેલો હોવાની અને હાલ અમદાવાદ હોવાની માહિતી મળતા પોલીસે એ આરોપી અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી(ઉ.વ.19) કે જે અલગ અલગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ નંબર આપતો હતો જેને ઝડપીને મોરબી લાવી આકરી પૂછપરછ કરી હતી. જેમાં અમરૂમુલ્લા મોમતાઝ અન્સારી, કલીમુલ્લા મોમતાઝ અન્સારી એમ એ બે ભાઈઓ તેમજ અન્ય ત્રણ સાગરીતો મિરાજ શોયેબ અન્સારી અને અનાશુંકુમાર મનેજર પટેલ અને અન્ય એક એક આરોપી રહે બધા બિહાર વાળા ની મદદથી બિશ્નોઇ ગેંગના નામે ગુગલમાંથી વેપારીઓ અને ઉધોગપતિઓની માહિતી મેળવી ધમકાવતા હતા. આ રીતે આરોપીઓ નાણાં પડાવવા બિશ્નોઇ ગેંગનું નામ વટાવી ખાતા હતા અને બિહાર, સહિત જુદાજુદા રાજ્યમાં આ પ્રકારના ગુના આચાર્યા હતા.