• અરજદારને વળતર પેટે 10 હજાર ચૂકવવા આરોપીને આદેશ કરાયો

  • ચેક બાઉન્સના કેસની અદાવત રાખી લોખંડના પાઇપ સાથે દોડી
  • ઉદય રાણા સહિતના ત્રણ સાગીરતોએ, દેવેન્દ્ર રાણા ઉપર હુમલો કર્યો હતો

વલસાડમાં કેસ કરવા અંગે અદાવત રાખીને જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવીને 5 વર્ષની કેદની સજા ફટકારી હતી.

પારડી સાંઢપોરમાં રહેતા દેવેન્દ્રં ઉર્ફે દેવાનંદ ભાણાભાઈ રાણા સુરતમાં હીરા ઘસવાનું કામકાજ કરે છે. વર્ષ 2008 છીપવાડ વિસ્તારમાં આવેલી પવનપુત્ર બિલ્ડિંગમાં રહેતા તેમના મિત્ર ઉદય જયકિશનદાસ રાણાને વર્ષ 2008માં રૂા. 5 લાખ ઉછીના આપ્યા હતા. ઉછીના આપેલા નાણાં પરત કરવા માટે દેવેન્દ્ર રાણાએ સતત માંગણી કરતા, ઉદય રાણાએ તેમને ચેક આપ્યા હતા. જે ચેક બાઉન્સ થતા દેવેન્દ્ર રાણાએ તેમના ધારાશાસ્ત્રી મારફતે ઉદય રાણાને નાણાંની ભરપાઈ કરવા માટે નોટીસ મોકલી હતી. ઉદય રાણાએ નાણાં પરત નહિ આપતા દેવેન્દ્ર રાણાએ ઉદય સામે ઘી નેગોશીયેબલ ઈન્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કોર્ટમાં દાદ માગી હતી.

જયારે ગત તા. 03/10/15ના રોજ દેવેન્દ્ર રાણા ટ્રેન મારફતે સુરત જવા માટે છીપવાડ રેલવે ગરનાળા અને મોગરાવાડી રેલવે ગરનાળા વચ્ચેના રેલવે ટ્રેક પરથી વલસાડ રેલવે સ્ટેશને જવા માટે પગપાળા નીકળ્યા હતા. આ સમયે દેવેન્દ્ર રાણાએ કરેલા ચેક બાઉન્સના કેસની અદાવત રાખી લોખંડના પાઇપ સાથે દોડી આવેલા ઉદય રાણા સહિતના ત્રણ સાગીરતોએ, દેવેન્દ્ર રાણા ઉપર હુમલો કર્યો હતો. જે બાબતનો કેસ અત્રેની ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટેમાંચાલી ગયો હતો. જે બાબતે હાથ ધરાયેલી સુનાવણીમાં સરકાર પક્ષે એ.પી પી ભરતભાઈ પ્રજાપતિએ દલીલો કરી હતી. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટના વિદ્વાન જજ આર.કે દેસાઈએ આ ગુનામાં સંડોવાયેલા આરોપી ઉદય રાણાને 5 વર્ર્ષની કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે આરોપીને વળતર પેટે રૂા. 10,000 ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો અને વળતર નહિ ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી હતી.


  • Follow us on: