• રામાનુજ સંપ્રદાયના ચિન્નાજિયર સ્વામીએ પાટોત્સવમાં ભાગ લીધો

  • વડતાલના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સંપ્રદાયની એકસુત્રતા દર્શાવી
  • સંપ્રદાય લાખો હરિભક્તોની આસ્થાનુ કેન્દ્ર બન્યો છે

ભગવાન શ્રી સ્વામિનારાયણનુ સાનિધ્ય પામેલા વડતાલ ધામના ધાર્મિક-સામાજીક સેવાકાર્યોની ખ્યાતિ દરિયાપારના દેશો સુધી વિસ્તરી હોઇ સંપ્રદાય લાખો હરિભક્તોની આસ્થાનુ કેન્દ્ર બન્યો છે. ત્યારે સંસ્થાનના પીઠાધિશ્વર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સંતો સાથે સ્ટેટયુ ઓફ ઇકવાલીટીના પ્રાંગણમાં 108 દિવ્ય દેશના પાટોત્સવમાં યજ્ઞ નારાયણની આરતીમાં ભાગ લઇને ધન્યતા અનુભવી હતી.

 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલના વર્તમાન પીઠાધિશ્વર 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને શ્રી રામાનુજ સંપ્રદાયના ચિન્નાજિયર સ્વામી સ્ટેટયુ ઓફ ઇકવાલિટીના સંસ્થાપક સ્ટેટયુ ઓફ ઇકવાલિટીના પ્રાંગણમાં 108 દિવ્ય દેશના પાટોત્સવ પ્રસંગે યજ્ઞ નારાયણની આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ, દેવપ્રકાશદાસજી સ્વામી-ચેરમેન વડતાલ, સંત વલ્લભદાસજી સ્વામી મુખ્ય કોઠારી અને શા,શ્રી ભક્તિપ્રકાશદાસજી સ્વામીએ ચિન્નાજિયર સ્વામી સાથે ધાર્મિક અને આધ્યાત્મિક સંવાદ કરીને બન્ને સંપ્રદાયના સમાજસેવાના કાર્યોની સરાહના કરી હતી.


  • Follow us on: