• ગુજરાત રાજ્યમાં ટ્રાફિક ચલણ પેમેન્ટ માટે નવતર પહેલ
  • સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ
  • અમદાવાદની મેટ્રો કોર્ટમાં શરૂ કરાઇ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક ચલણ પેમેન્ટ માટે નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરવામાં આવી છે. તેમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ શરૂ કરાઇ છે. તેમાં ઈ ચલણ દંડની રકમ 90 દિવસમાં ચુકવવી પડશે.

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક ચલણ પેમેન્ટ માટે નવતર પહેલ

ઉલ્લેખનીય છે દંડ નહિ ચૂકવાય તો આપો આપ ટ્રાફિક કોર્ટમાં ચલણ મોકલાશે. તથા વાહન માલિકના મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટીસ જશે. શહેરોમાં ટ્રાફિકની સમસ્યા અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘનના કિસ્સા વધી રહ્યા છે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ ઈ મેમો આપવામાં આવે છે. જો કે, ઘણા કિસ્સામાં વાહન ચાલકો આ મેમો ભરતા નથી. એવામાં ગુજરાત રાજ્યમાં એક નવતર પહેલ શરુ કરવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી ટ્રાફિકના ઈ ચલણ માટેની આ અનોખી શરુઆત થઇ છે.

સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલણ માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ

અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ ખાતે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણો સાથે વન નેશન વન ચલણ પ્રોજેકટનું સફળ સંકલન થશે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચુઅલ ટ્રાફિક કોર્ટની શરુઆત કરાઈ છે. ઈ ચલણની દંડની રકમ 90 દિવસમાં નહીં ચુકવાય તો આપોઆપ ટ્રાફીક કોર્ટમાં ચલણ મોકલાવાશે. ત્યાર બાદ વાહન માલિકના મોબાઈલ ફોન પર એસએમએસ દ્રારા નોટીસ મોકલવામાં આવશે. આમ હવે ઈ મેમો ન ભરતા વાહન ચાલકો પર તવાઈ બોલાવવામાં આવશે.

  • Follow us on: