• ખેરાલુમાં શોભાયાત્રા ઉપર પથ્થરમારા મુદ્દે કાર્યવાહી
  • તલવાર જેવા હથિયારથી ઇજા પહોંચાડ્યાનો ઉલ્લેખ
  • 32 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ

આસ્થા પર કાવતરું રચી શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારો કરતા 15 આરોપીઓ પકડાયા છે. ખેરાલુમાં શોભાયાત્રા ઉપર પથ્થરમારા મુદ્દે કાર્યવાહી થઇ છે. 32 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તલવાર જેવા હથિયારથી ઇજા પહોંચાડ્યાનો ઉલ્લેખ છે.

પૂર્વ આયોજિત કાવતરું રચી શોભાયાત્રામાં પથ્થરમારો થયો

પૂર્વ આયોજિત કાવતરું રચી શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. તેમજ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તેમજ ખેરાલુના PSI જે.કે.ગઢવીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખેરાલુ શહેરમાં IG વિરેન્દ્રસિંહ યાદવે ફ્લેગ માર્ચ યોજી છે. તેમાં બહુચર મંદિરથી બાળાપીર ઠાકોર વાસમાં ફ્લેગ માર્ચ ફરી છે. મહેસાણા ઇન્ચાર્જ રૂષિકેશ ઉપાધ્યાય સહિત કાફલો ફ્લેગ માર્ચમાં જોડાયો છે.

ડીવાયએસપી દિનેશસિહ ચૌહાણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે

ડીવાયએસપી દિનેશસિહ ચૌહાણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે. મેઈન બજારમાંથી પરમારવાસમાં થઇને ઠાકોર વાસથી હાટડીયા વિસ્તારમાં પણ વીઝીટ કરી છે. ખેરાલુમાં હાલ બજારો બંધ રહ્યા અનેકોઈ રેલી ન થાય તેવા સંજોગો છે. ખેરાલુ પોલીસ મથકમાં હાલ આઇજી વિરેન્દ્રસિંહ યાદવ ચાપતી નજર રાખી રહ્યા છે. આઇજી વિરેન્દ્રસિંહ યાદવે મીડિયા સમક્ષ વિગતો આપી છે. જેમાં જણાવ્યું છે કે ડીવાયએસપી દિનેશસિહ ચૌહાણ સમગ્ર કાર્યક્રમો પર નજર રાખે છે. પંદર આરોપી પકડ્યા છે તથા સ્થાનિક પીઆઈ શ્રીપાલ તપાસ કરી રહ્યા છે.

જાણો સમગ્ર ઘટના:

ખેરાલુમાં રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થતા તંગદિલી ફેલાઈ ગઈ હતી. શોભાયાત્રા શહેરના સંવેદનશીલ એવા હાટડીયા વિસ્તારમાં પહોંચતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા યાત્રા પર પથ્થરમારો કરાયો હતો. બે મહિલાઓ સહિત 8 થી વધુ શખ્સો મકાનની છત પરથી પથ્થર મારો કરતા વીડિયોમાં કેદ થયા હતા. પથ્થરમારાને કારણે યાત્રામાં સામેલ કેટલાક રામ ભક્તો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં ખેરાલુ સહિત જિલ્લા પોલીસનો કાફ્લો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબુમાં લેવા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે પથ્થરમારો કરી કાયદો અને વ્યવસ્થા હાથમાં લેતા શખ્સોને ઝડપી પાડવા કોમ્બિંગ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના બાદ સમગ્ર ખેરાલુમાં હાલમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન હાટડીયા વિસ્તારમાં પથ્થરમારો થતા યાત્રામાં નાસભાગ મચી હતી. યાત્રામાં ટ્રેક્ટરમાં સવાર ભજન મંડળી અને ગરબા રાસ કરતી મહિલાઓ પણ ભયભીત બની ટ્રેકટરમાંથી નીચે ઉતરી ભાગી હતી. ટ્રેકટર સ્થળ પર મૂકી ચાલક પોતાનો જીવ બચાવવા ભાગી જતા કેટલાક શખ્સોએ ટ્રેક્ટરના ટાયરોની હવા કાઢી નાખી હતી. તો મોપેડ અને રિક્ષા પલ્ટી નાખી વાહનોને નુકસાન પહોચાડયું હતું.

જાણો કોની સામે ફરિયાદ નોંધાઇ:

બહેલીમ વજીરમીયા ઉર્ફે સીરાજ સાદકઅલી (૨) બહેલીમ બાહીલખાન જેબાજખાન (૩) બહેલીમ સદ્દામખાન મોતીખાન (૪) બહેલીમ મહમદસોહીલ ઇમામખાન (૫) બહેલીમ મોશીનખાન અલ્ફુદીન (૬) બહેલીમ વશીમઅકરમ ફકીરહમહમદ (૭) બહેલીમ મહમદહુસેન સાદકઅલી (૮) બહેલીમ મહમદબીલાલ જાકીરહુસેન (૯) બહેલીમ અબ્દુલરજાક આઇસમહમદ (૧૦) બહેલીમ નાજીમખાન બડેખાન (૧૧) બહેલીમ તારીફખાન અલ્ફુદીન (૧૨) બહેલીમ મહમદહુસેન કરીમભાઇ (૧૩) બહેલીમ રહેતુલ્લાખાન મહમદસદીક (૧૪) બહેલીમ નજીરમહમદ અર્ષદખાન (૧૫) બહેલીમ શાહરૂખખાન જહાગીરખાન (૧૬) પઠાણ નીયાજખાન ઉર્ફે ચીનીયો હયાતખાન (૧૭) પઠાણ જહીરખાન હયાતખાન (૧૮) બહેલીમ મોહસીનખાન ઇમામખાન (૧૯) બહેલીમ હમીદખાન ઇમામખાન (૨૦) ઇદાયતખાન રબ્બાનીખાન બહેલીમ (૨૧) બહેલીમ મહમદહુસેન સાદીકઅલી (૨૨) બહેલીમ માસુમખાન ગોવામીયા (૨૩) ટીનીબીબી ડો/ઓફ ગોવામીયા બહેલીમ (૨૪) બહેલીમ શાહુબીબી ડો/ઓ વડીલખાન (૨૫) શાહરૂખખાન સાહેબખાન બહેલીમ (૨૬) રશીદ સીન્ધી (૨૭) અબ્દુલ બહેલીમ (૨૮) કામીલ બહેલીમ (૨૯) યાસીનખાન કરતુલખાન બહેલીમ (૩૦) આબીદખાન ઈદુમીયા બહેલીમ (૩૧) સીરાજ મીસરીખાન બહેલીમ (૩૨) સલમાન બહેલીમ રહે. તમામ ખેરાલુ, બહેલીમવાસ તા.ખેરાલુ જી.મહેસાણાના રેહવાસી છે.


  • Follow us on: