BZ કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે જેમા ભૂપેન્દ્રસિંહ ઝાલાની સંપત્તિ જપ્ત કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈને CID ક્રાઇમે ગૃહ વિભાગને રીપોર્ટ કર્યો છે તેમજ ઝાલાની સંપત્તિ જપ્ત કરવા રીપોર્ટ સોંપવામાં આવ્યો છે,કૌભાંડીની અત્યાર સુધી 32 મિલકતો મળી આવી છે જેમાં 3 કાર,18 બેંક ખાતાની માહિતી મોકલાઈ છે અને ગૃહ વિભાગ સંપત્તિ જપ્ત કરવા કાર્યવાહી કરશે.
[[$googlead]]
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કર્યો મોટો ખુલાસો
ધરપકડ બાદ પૂછપરછ કરતાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો. પૉન્ઝી સ્કીમ ચલાવનારા કૌભાંડ કિંગે જણાવ્યું કે તે ટૂંક સમયમાં રાજનીતિમાં પ્રવેશ કરવાનો હતો. મહાઠગની ઇચ્છા હતી કે આ કૌભાંડ આટોપાઈ જાય બાદ તે આગામી 2027ની વિધાસભા ચૂંટણી લડવાની તૈયારીમાં હતો. તેને અનેક રાજનેતાઓ સાથે સંબંધો હોવાનો પણ ખુલાસો કરતાં ભાજપના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવાની યોજના પણ બનાવી હોવાની કબૂલાત કરી. અને આથી જ તેણે લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ચૂંટણી લડવાની તૈયારી કરી લીધા બાદ ઝાલાએ કોઈ કારણસર બાદમાં ઉમેદવારી પરત ખેંચી હતી.
અન્ય લોકોની પણ પોલીસે હાથધરી તપાસ
BZ ગ્રૂપ કૌભાંડમાં CID ક્રાઈમને વધુ એક સફળતા મળી. કૌભાંડ કિંગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ કરોડોના કૌભાંડનો હિસાબ રાખનાર નરેશને CIDએ ઝડપી પાડ્યો છે. રાજ્યમાં 6000 કરોડનું કૌભાંડ કરનાર ભેજાબાજ ભૂપેન્દ્રસિંહ ઝાલાના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો. ઝાલાને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.દરમ્યાન CID ક્રાઈમ આ કૌભાંડમાં અત્યાર સુધી કરેલ તપાસનો રિપોર્ટ કોર્ટને સોંપાશે. BZ ગ્રૂપ સ્કેમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ડિસેમ્બર મહિનાના અંતમાં ધરપકડ કરવામાં આવી. BZ ગ્રૂપ સ્કેમનો પર્દાફાશ થયા બાદ સામાન્ય એજન્ટથી લઈને અધિકારીઓ શંકાના દાયરામાં છે.
બીઝેડ ગ્રૂપમાં મોટા લોકોએ પણ રોકાણ કર્યા રૂપિયા
બીઝેડ ફાઇનાન્સની વેબસાઇટ મુજબ બીઝેડમાં 11,232 રોકાણકારો છે, જેઓએ 422.96 કરોડનું રોકાણ કર્યું છે. તે રોકાણકારોને મહિને ત્રણ ટકા વ્યાજની લાલચ આપતો હતો. આરોપીએ કરેલા રોકડ વ્યવહારોની તપાસ જરૂરી છે. બીઝેડના એજન્ટોને માર્કેટિંગ ચેઇન મુજબ 1 ટકા, 0.50 ટકા, 0.25 ટકા, 0.10 ટકા મુજબ અનુક્રમે કમિશન મળતું હતું. આ કેસમાં કેટલા એજન્ટ છે અને તેમની વિરુદ્ધ પુરાવા મેળવવા તપાસ કરવાની બાકી છે. આરોપીના લેપટોપ ટેલીમાં હિસાબો રહેતા હતા.









