ભારતની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન એન્ડ વિતરણ કંપની અને વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (એઇએસએલ) એ આજે ​​જણાવ્યું હતું કે તેણે પાવર ટ્રાન્સમિશન પ્રોજેકટ જીતી લીધો છે. જે ગુજરાતના મુંદ્રામાં હરીત હાઇડ્રોજન અને હરીત એમોનિયાના ઉત્પાદન માટે ગ્રીન એમોનિઆનો પુરવઠો પૂરો પાડશે. રુ.2800 કરોડનો આ આ પ્રકલ્પ 36 મહિનામાં રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે.


ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને કરાશે અપગ્રેડ

ગુજરાતના મુંદ્રામાં ગ્રીન હાઇડ્રોજન/એમોનિયા મેન્યુફેક્ચરિંગ માટેના આ પ્રકલ્પની ટ્રાન્સમિશન સિસ્ટમમાં 765/400 કીલોવોટના બે મોટા ટ્રાન્સફોર્મર્સ ઉમેરીને નવીનાલ ખાતે ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનને અપગ્રેડ કરવાની બાબતનો સમાવેશ થાય છે. ઉપરાંત આ સબસ્ટેશનને ભુજ સબસ્ટેશન સાથે જોડવા માટે 75 કિમી લાંબી 765 કીલોવોટની ડબલ-સર્કિટ લાઇન બનાવવામાં આવશે. આ પ્રકલ્પ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ના સમગ્ર ટ્રાન્સમિશન આંતરમાળખામાં 150 સરકીટ કિલોમીટર (સીકેએમ) ટ્રાન્સમિશન લાઇન અને 3,000 એમવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતાનો ઉમેરો થશે, આ સાથે આ ક્ષમતા વધીને અનુક્રમે 25,928 સીકેએમ અને 87,186 એમવીએ થશે. 

સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ જીત્યો પ્રોજેક્ટ

અદાણી એનર્જીએ ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (ટીબીસીબી) મિકેનિઝમ હેઠળ આ પ્રોજેક્ટ જીત્યો હતો. પીએફસી કન્સલ્ટિંગ લિ.લિલામની પ્રક્રીયાના કોઓર્ડિનેટર તરીકે હતી. આ પ્રકલ્પ માટેના સ્પેશિયલ પરપઝ વેહિકલને 20 માર્ચ, 2025 ના રોજ AESLમાં ઔપચારિક રીતે સ્થાનાંતરિત કરવામાં આવ્યો હતો. કંપનીએ નાણાકીય વર્ષમાં આ 6 ઠ્ઠો ઓર્ડર જીત્યો છે, જે તેની ઓર્ડરબુકને રુ. 57,561 કરોડે પહોંચાડે છે.

  • Follow us on: