- ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારી મારવાનો નોંધાયો છે ગુનો
- ચૈતર વસાવાની શરત રદની અરજી સેશન કોર્ટે ફગાવી
- નર્મદા જિલ્લામાં રહેવા માટે સેશન કોર્ટમાં અરજી કરી હતી
દેડીયાપાડા ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા માટે મુશ્કેલી વધી છે. નર્મદા જિલ્લા બહારની શરતો રદ કરવા રાજપીપળા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરતા હવે ગુજરાત કોર્ટમાં અરજી કરી શકે છે.ભારતમાં લોક સભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ઇન્ડીયા ગઠબંધનમાં કોંગ્રેસ સમર્થન સાથે ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાનાં છે. દેડીયાપાડા વનકર્મીઓ પર હુમલાના કેસમાં ધારાસભ્ય નર્મદા જિલ્લામાં પ્રવેશ નહિ કરવાનાં શરતી જામીન પર છૂટેલા છે.
નહી કરી શકે પ્રચાર
ધારાસભ્ય ચૈતર વસાવા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારાના મતદારોને મળવા ચૂંટણી પ્રચાર કરવા જઈ શકતા નથી.કોર્ટે મુકેલ શરતો રદ કરવાની અરજી સેશન્સ કોર્ટ રાજપીપળા ખાતે કરી હતી. જે અરજીની સુનવણી નામદાર કોર્ટમાં થઈ ગઈ હતી. જો કે નામદાર કોર્ટ આજે અરજી નામંજૂર કરી છે એટલે ધારાસભ્ય હજુ પણ નર્મદામાં પ્રચાર કરવા નહિ આવી શકે.અને નર્મદામાં પ્રવેશ પણ નહી કરી શકે,ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાના ઉમેવાર હોવાથી તેમના વકીલ સુરેશ જોષી દ્વારા કરવામાં આવેલ અરજીમાં લોકશાહીની આ ચૂંટણીમાં પ્રજાના પ્રતિનિધિ હોવાથી ચૂંટણી જાતે લડતા હોય અને જનસંપર્ક માટે મતો માંગવા માટે અરજી કરી હતી.
સરકારી વકીલે કરી દલીલ
પરંતુ સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ તરફથી દલીલ કરવામાં આવી કે પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં પોલીસને મદદ નથી કરી, સાથે શરતી જમીન પર છૂટ્યા હોવા છતાં બહાર નીકળી જાહેર સભાઓમાં પોલીસ વિરુદ્ધ બેફામ ઉચ્ચારણો કર્યા હોય જો નર્મદામાં આવા ઉચ્ચારણો કરતા શાંતિ ડહોળાય, તેમના સ્થાનિક સર્મથકો ઉશ્કેરાઈ જેવી દલીલોને લઈને નર્મદામાં પ્રવેશ નહિ આપવા દલીલ કરતા નામદાર કોર્ટે અરજી નામંજૂર કરી છે.