• રાજકોટ બેઠક પર પરેશ ધાનાણી લડશે ચૂંટણીઃ સૂત્ર
  • કોંગ્રેસ CEC બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યું
  • ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે

હવે લોકસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન શરૂ થઈ રહ્યું છે. જેમાં તમામ પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી શરૂ કરવામાં આવી છે. ભાજપે 22 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે માત્ર 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બાકી રહેલા ઉમેદવારોની યાદી ઉપર બંને પાર્ટીઓમાં મંથન ચાલી રહ્યું છે. ત્યાં રાજકોટ બેઠક પર કોંગ્રેસ પાટીદાર નેતા પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી શકે છે.

આ સાથે જ રાજકોટ બેઠક પર પાટીદાર વિરુદ્ધ પાટીદારની જંગ થઈ શકે છે. જેમાં ભાજપે કડવા પાટીદાર સમાજમાંથી આવતાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યાં કોંગ્રેસ તરફથી અમરેલીના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા તેમજ લેઉવા પાટીદાર પરેશ ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે.

[[$googlead]]

ઈતિહાસનું પુનરાવર્તન થશે

[[$alsoread]]

જો આ થશે તો 22 વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. અગાઉ વર્ષ-2002માં પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને 16 હજારથી વધારે મતથી હરાવ્યા હતા. જ્યારે હવે બંને નેતાઓલોકસભાની ચૂંટણીમાં એકબીજાની સામસામે આવી રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં પણ મત અંગે વિભાજન જોવા મળી શકે છે.

શું છે બેઠકનું જાતિગત ગણિત

રાજકોટ બેઠક ઉપર લેઉવા પટેલ સમાજના અંદાજે ચાર લાખ અને કડવા પટેલ સમાજના એક લાખ જેટલા મત છે. ભાજપના પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. કોંગ્રેસ અહીંયા જ્ઞાતિવાદી સમીકરણો અંકે કરવા માટે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી રહ્યું છે. 

ભાજપને હેટ્રીક મારતો રોકવા માટે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે. ભાજપે પોતાના બે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવીયાને પોરબંદર અને પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેમાં પોરબંદરમાં કોંગ્રેસે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકીટ આપી છે. હવે રાજકોટ બેઠક ઉપર કોંગ્રેસ લેઉવા પાટીદારને ટિકીટ આપી શકે છે. જે બેઠક પર હવે સૌ કોઈની નજર છે,.


  • Follow us on: