- ચૂડા વન વિભાગની ટીમે તપાસ કરતા દીપડાના ફૂટ પ્રિન્ટ મળી આવ્યા
- કરમડ રોડ પર આવેલી વાડીમાં વાછરડી પર દીપડાએ હુમલો પણ કર્યો
- સુરેન્દ્રનગર જિલ્લામાં હિંસક પશુ એવા દીપડાના દર્શન સામાન્ય થઈ ગયા હોય તેમ લાગે છે.
થોડા સમય પહેલા ચોટીલામાં દીપડો દેખાયા બાદ ચૂડા તાલુકાના કરમડ-નાગનેશ વચ્ચે પણ દીપડો દેખાયો છે. જેમાં વન વિભાગની ટીમે જઈ તપાસ કરતા નાગનેશમાં દીપડાના ફુટપ્રિન્ટ મળી આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના માંડવવન અને ઠાંગા પંથકમાં દીપડાનો વસવાટ રહેલો છે. તેમાં પણ દરરોજ વધુ સમય પરીભ્રમણ કરતા દીપડા અહીંથી તહીં પહોંચી જાય છે. થોડા સમય પહેલા દીપડો ચોટીલાના ગ્રામ્ય પંથકમાં દેખાયો હતો. ત્યારે ચૂડા તાલુકાના કરમડ અને રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમમાં દીપડો ફરી દેખાયો છે. આ રોડ પર દીપડો હોવાની જાણ કોઈ વ્યક્તિએ ચૂડા વન વિભાગને કરી હતી. બનાવની જાણ થતા ચૂડા રેંજ ફોરેસ્ટ ઓફીસર વિજયસીંહ ગઢવી સહિતની ટીમે તાત્કાલીક શુક્રવારે રાત્રે તપાસ આદરી હતી અને રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમમાં આવેલ વાડીઓમાં દીપડાના ફુટપ્રીન્ટ મળી આવ્યા હતા. આ ઉપરાંત નાગનેશની સીમમાં વાડી ધરાવતા જીવણભાઈ નરોત્તમભાઈની બાંધેલી વાછરડી ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં વાછરડી પર લાગેલા નહોરના નિશાનથી વન વિભાગે આ વાતની પુષ્ટી કરી છે. વન વિભાગની ટીમે રાત્રે જ વાડી વિસ્તારમા લોકોએ એકઠા કર્યા હતા અને શકય હોય ત્યાં સુધી તાપણુ ચાલુ રાખવા કે લાઈટો ચાલુ રાખવા










