- જામનગરના ઈતિહાસમાં સિંહણ આવવાની પ્રથમ ઘટના
- જામનગરમાં દીપડા માટે ટ્રેપ ગોઠવવામાં આવી હતી
- સિંહણ દેખાવાની ઘટનાને વન-વિભાગે અભુતપુર્વ ગણાવી
પ્રથમવાર સિંહણની પધરામણી
જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુમાં સિંહણ દેખાઈ હોવાનો વિડિયો વાયરલ થયો છે. જામનગરના સડોદર ગામે ફૂલનાથ મહાદેવના મંદિરે સિંહણે 150 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. જામજોધપુરના સ્થાનિકે સિંહણનો વીડિયો વાયરલ કર્યો હતો.
જામનગરમાં દીપડા માટે ટ્રેપ હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, વન વિભાગ દ્વારા જામનગર પંથકમાં દીપડાના સમાચાર મળતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી. પાંજરું મૂક્યા બાદ કેમેરામાં તપાસ કરતા સિંહણ હોવાનું સામે આવ્યું હતું. જામનગર, જામજોધપુર, લાલપુર સહિતની વન વિભાગોની ટીમ સિંહણને શોધવા જંગલમાં કવાયત હાથ ધરી છે. હાલ એક સિંહણ હોવાની વાત સામે આવી રહી છે, અન્ય વધુ છે કે કેમ? તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર રાજન જાદવે સિંહણ હોવાની પુષ્ટિ કરી.
વન વિભાગે વાતને સમર્થન આપ્યું
ડીસીએફ આર. ધનપાલ અને આરએફઓ રાજન જાદવની ટીમે સિંહણના આગમનની વાતને સમર્થન આપ્યું હતુ. જામજોધપુરના સડોદર નજીક સિંહણ આવી હોવાની ઘટનાને જંગલ ખાતાએ અભુતપુર્વ ગણાવ્યું. હજુ પણ આજ રાત અથવા આવતીકાલે રાત્રી રોકાણ કરી સિંહણને શોધવામાં આવશે.
વન વિભાગે અભુતપુર્વ ઘટના ગણાવી
સિંહણ આવી હોવાની સત્તાવાર વિગતો બહાર આવતા ભારે ઉત્તેજના ફેલાઇ છે. જંગલ ખાતા દ્વારા સિંહણની આ હિલચાલને અભુતપુર્વ ગણાવવામાં આવી છે, ધીમે ધીમે જંગલના રાજાએ પોતાનો વિસ્તાર વધારી રહયો હોવાના સંકેત પણ મળ્યા છે.









