ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાત સરકારે તમામ માછીમારોને એલર્ટ કર્યા છે. માછીમારોને સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને IMBL અને સંવેદનશીલ વિસ્તારમાં ન જવા સૂચના પણ આપવામાં આવી છે.


માછીમારોને સાવચેતી રાખવા માટે અપાઇ સૂચના

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ગુજરાતના માછીમારો ને સાવચેતી રાખવા ગુજરાત સરકારે પત્ર બહાર પડ્યો છે. IMBL તથા સંવેદનશીલ સમુદ્રી વિસ્તારોમાં ફિસિંગ માટે ન જવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

ઓળખ પત્રો, આધાર-પુરાવા સાથે રાખવા સૂચના

માછીમારોને તેમના તમામ ઓળખ પત્રો, આધાર પુરાવા સાથે રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે જેથી ડિફેન્સ એજન્સીઓ ને વેરિફિકેશનમાં મદદ મળે. અરબી સમુદ્રમાં માછીમારોને કોઈ શંકાસ્પદ બોટ કે કંઈ ગતિવિધિ દેખાય તો ડિફેન્સ એજન્સીઓને તાત્કાલિક સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, પહેલગામ હુમલાનો બદલો લેતા ભારતીય સેનાએ બુધવારે એટલે કે 7 મે 2025ના રોજ પાકિસ્તાનમાં હવાઈ હુમલો કરીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ભારતના હુમલામાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનોના મુખ્યાલયો નાશ પામ્યા છે. 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો જ્યાં લગભગ 900 આતંકવાદીઓ હાજર હતા.


  • Follow us on: