• પુત્રનું કાર્ડ બંધ થતું નથી અને માતાનું નવું કાર્ડ ન નીકળતા માતા પીડાય છે

  • ગરીબ પરિવારની વૃદ્ધાનું પગનું ઓપરેશન કરાવવાનું હોવાથી આયુષ્યમાન કાર્ડ જરૂરી છે
  • તંત્ર પુત્રનું કાર્ડ બંધ કરાવ્યા સિવાય નવુ કાર્ડ કાઢવાની ના પાડે છે

પાટડીના દેગામ ગામના સામજીભાઇ ઠાકોરનું કેન્સરની બિમારીથી યુવાન વયે મોત થયુ હતુ એમના નામનુ આયુષ્યમાન કાર્ડ હતુ.ત્યાર બાદ હવે એમની 85 વર્ષીય માતા શાન્તાબેન ઠાકોરને પગ કપાવવાનો હોવાથી ગરીબ વૃધ્ધાને મફતની સરકારી યોજનમાં ઓપરેશન કરાવવાનુ હોવાથી આયુષ્યમાન કાર્ડ જરૂરી હોવાથી કાર્ડ કઢાવવા જતા પહેલા દીકરાનુ કાર્ડ બંધ કરાવવા જણાવતા વૃધ્ધાના દીકરાની વહુ દેગામથી છેક સુરેન્દ્રનગર કાગળો લઇને આધારકાર્ડના જિલ્લા પ્રોગ્રામ કોર્ડીનેટર રાવલ પાસે જઇ જમા કરાવવા અરજી આપી હતી.પરંતુ ત્રણ દિવસ થવા છતાય હજી સુધી મૃત દીકરાનું કાર્ડ બંધ થતુ નથી અને બિમાર માતાનું નવુ આયુષ્યમાન કાર્ડ નીકળતુ નથી.આમ દિકરાના મોત બાદ માતાની હાલત ગંભીર થતી હોવા છતાય જિલ્લા કે તાલુકા વાળા કોઇ વૃધ્ધાની સમસ્યાનો ઉકેલ ન લાવતા હોવાથી તાત્કાલીક ઉકેલ આવે એવી માંગ કરી છે.

અમારા હાથમાં નથી હોતું

જિલ્લા પ્રોગ્રામ કોર્ડીનેટર રાવલે જણાવેલકે આ મૃતક ભાઇનું આયુષ્યમાન કાર્ડ તાત્કાલીક બંધ કરાવવુ અમારાં હાથમા હોતુ નથી સીસ્ટમ પ્રમાણે જ બંધ થાય.

વૃદ્ધાનું કાર્ડ નીકળવુ જોઇએ

પાટડી તાલુકાના દેગામ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ લાલાભાઇએ જણાવેલ કે 85 વર્ષીય મહિલાનો તાત્કાલીક પગ કપાવી ઓપરેશન કરવુ પડે એમ છે અને તંત્ર પુત્રનું કાર્ડ બંધ કરાવ્યા સિવાય નવુ કાર્ડ કાઢવાની ના પાડે છે. એમા મહિલાનો શું વાંક? આ વૃધ્ધાનું આયુષ્યમાન કાર્ડ તાત્કાલીક નીકળે, એવી તંત્રએ વ્યવસ્થા કરવી જોઇએ.


  • Follow us on: