• વલસાડમાં પૂર આવ્યા બાદ શહેરમાં સફાઈ કામગીરી શરૂ
  • નગરપાલિકા દ્રારા શહેરમાં સફાઈ કામગીરી શરૂ કરાઈ
  • અલગ-અલગ વિસ્તારોમા સફાઈ કામદારો કરી રહ્યા છે સફાઈ

વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે.જેના ભાગરૂપે વલસાડમાં પણ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા નગરપાલિકા દ્વારા 58 સફાઈ કામદારોની ટીમ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં 1475 લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે,આજ કામગીરી આગળના દિવસોમાં પણ યથાવત રહેશે.

વલસાડમાં પૂરના પાણી ઓસરવાની શરૂઆત

[[$googlead]]

વલસાડમાં આરોગ્ય વિભાગે વધુમાં રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરીનેશન તેમજ ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ કરાયું હતું. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર અને બરૂડીયાવાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડાખુર્દ (હનુમાનભાગડા), લીલાપોર, વેજલપોર, ભદેલી દેસાઈપાર્ટી અને નાનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના કારણે આ વિસ્તારોમાં કચરો ફેલાયો હતો. નગરપાલિકાના સફાઈ કામદારો દ્રારા અલગ-અલગ વિસ્તારોમાં સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે.

[[$alsoread]]


ગેબીયન પ્રોટેક્શન વોલ બનાવાશે

પૂરના સમયે નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા ભાગડાખુર્દ ખાતે અંદાજિત રૂ.1.88 કરોડના ખર્ચે ગેબીયન પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે એમ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. ઔરંગા નદીમાં ડ્રેજિંગ કરવા પણ સૂચન કર્યું હતું. તેમજ મંત્રીએ ઔરંગા નદીના પીચિંગ પુલની મુલાકાત કરી સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, ઔરંગા નદીના પૂરના કારણે કિનારાના વિસ્તારોનું ધોવાણ થયું છે.જે વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે તે વિસ્તારોમાં કામગીરીનો સર્વે હાથ ધરાયો છે.

વડોદરા, નર્મદા, સુરત સહિત વરસાદની આગાહી

બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા ભરૂચ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા, નર્મદા, સુરત સહિત વરસાદની આગાહી છે. રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સવારે 8 થી 11 વાગ્યા સુધીનું વેધર બુલેટિન હવામાગે જાહેર કર્યું છે. તેમાં કચ્છ, પોરબંદર, દ્વારકા, પોરબંદરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ ,ગીર સોમનાથ સહિત પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે. તેમાં ઉત્તરપૂર્વીય અરબસાગરમાં વાવાઝોડુ સક્રિય થયુ છે.


  • Follow us on: