બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને આપવામાં આવનાર સાધનો/એકમોની કંપનીઓ માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર નોંધણી ફરજિયાત છે, સંબંધિત કંપનીઓએ સાધનો/એકમોના સ્પેશીફીકેશનને ધ્યાને લઇ જરૂરી સાધનિક કાગળો અપલોડ કરવાના રહેશે અને વર્ષ ૨૦૨૫-૨૬ થી ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગના જુદા-જુદા પ્રભાગોમાં સહાયલક્ષી યોજનાઓનો લાભ રાજ્યના ખેડૂતોને સરળતાથી મળે તે માટે નવીન આઇ-ખેડૂત ૨.૦ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.
ઘટકો હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે
આ પોર્ટલના માધ્યમથી જ બાગાયત નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા અમલીકૃત સહાય યોજનાઓ હેઠળના મીની ટ્રેક્ટર (20 PTO હોર્સ પાવર સુધી), મીની રોટાવેટર, મીની ક્લ્ટીવેટર, મીની ટ્રેલર, મીની પાણીનું ટેંકર, વજનકાંટા, પ્લાસ્ટીક ક્રેટસ, ક્રોપ કવર, પ્લાસ્ટીક મલ્ચીંગ તેમજ ગ્રીનહાઉસ, પોલીહાઉસ, નેટહાઉસ, પોલીટનલ જેવા ઘટકો હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
સાધનિક કાગળો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે
આ ઘટકો હેઠળ ખેડૂતો સહાય મેળવી શકે તે માટે ઉપરોક્ત ઘટકોના જરૂરી સાધનો-એકમોની તમામ સંબંધિત કંપનીઓએ આઈ-ખેડૂત ૨.૦ (ikhedut.gujarat.gov.in ) પોર્ટલ પર ફરજીયાત પણે નોંધણી કરાવવાની રહેશે. સંબંધિત કંપનીઓએ આ સાધનો-એકમોના સ્પેશીફીકેશનને ધ્યાને લઇ જરૂરી સાધનિક કાગળો ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. જેની વધુ વિગતો બાગાયત ખાતાની વેબસાઇટ (https://doh.gujarat.gov.in) પર જોઈ શકાશે.