- કૃષિ વિભાગે સરવે હાથ ધરવા આપી સૂચના
- સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતમાં સરવેની કામગીરી
- સરવે બાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે
ગુજરાતમાં 1000 લાખ હેક્ટરથી વધુ ખરીફ પાકની વાવણીમાં વરસાદ વિલન બન્યો. જગતના તાત માંથે આપત બનીને મેઘરાજા વરસ્યા છે. રાજ્યમાં ભારે વરસાદથી ખરીફ પાકને ભારે નુકસાન થયું છે. પ્રભાવિત વિસ્તારોમાં પાકના નુકસાનીને લઇ કૃષિ વિભાગે સરવેની કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.
મળતી માહિતી મુજબ, રાજ્યમાં એક બાજુ વરસાદ અને બીજી તરફ વાવાઝોડાના કહેર વચ્ચે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખરીફ પાકોને નુકશાન થતા ખેડૂતોને મેઘનો માર ખાવાનો વારો આવ્યો છે. તેવામાં ભારે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં કૃષિ વિભાગે સરવે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપી છે. સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાત સહીત વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં પાક નુકસાનીના સરવેની કામગીરી શરૂ કરાઈ છે. પાક નુકસાનીનો સરવે કામગીરી પૂર્ણ કરીને સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે.
ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી પૂરી સંભાવના
ચોમાસું સપ્ટેમ્બરના મધ્યમાં રિટર્ન થાય તેવી કોઈ સંભાવના નથી. ગુજરાતમાં સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે. દેશમાં મોસમમાં ફેરફારને કારણે ઓક્ટોબર સુધી વરસાદ પડે તેવી પૂરી સંભાવના છે. જેને પગલે સૌથી ખરાબ હાલત દેશના ખેડૂતોની થવાની છે. ખરીફ સિઝનમાં 1000 હેક્ટર જમીનમાં ખરીફ ખેતી થાય છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. રવી સિઝનમાં 600 લાખ હેક્ટર તો 350 લાખ હેક્ટરમાં ઉનાળુ ખેતી થાય છે.
રાજ્યના 13 હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત
દેશમાં મોટાભાગની ખેતી ચોમાસા આધારિત છે. આ સિઝનમાં 1000 લાખ હેક્ટરથી વધુમાં વાવણી થઈ છે હવે વરસાદ વિલન બની રહ્યો છે. સપ્ટેમ્બર મધ્યમાં ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ વગેરે પાકોની સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યમાં લણણી શરૂ થઈ જાય છે. વરસાદ હજુ રહ્યો તો ભયંકર ખરાબ હાલત થશે. દેશનું કૃષિ અર્થતંત્ર તૂટી જશે. ભારત એ ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે. ગુજરાતમાં તો વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના 13 હજાર ગામડાઓ વરસાદથી પ્રભાવિત થયા છે. જ્યાં વીજળી ગુલ થઈ હોવાનો સરકારી રિપોર્ટ છે. રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં 82 લાખ હેક્ટરમાં ખરીફ વાવણી થઈ છે. હવે આ ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે.









