આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં ઋતુ પ્રમાણે વિવિધ ખેતી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાની વધુ પસંદ કરે છે. સમય બદલાઈ રહ્યો છે, તેમ ખેડૂતો પણ ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ પરંપરાગત ખેતીથી દૂર જઈને અન્ય પાકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે.
ખેડૂતો માત્ર પાક પર નિર્ભર હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે, ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે શાકભાજીની ખેતી પર ભાર આપી રહ્યા છે, જેમાં દૂધી, કોળું, કાકડી, સીતાફળ, ટામેટા, કોબીજ, રીંગણ વગેરેનો સમાવેશ થાય છે. રીંગણની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, બજારમાં તેની માગ પણ ઘણી વધારે છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે.













