ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જે ખેડૂતોએ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર અરજી કરી છે અને નિયમાનુસાર પાત્રતા ધરાવે છે, તેવા તમામ અરજદારોને નાયબ બાગાયત નિયામકની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા પૂર્વ મંજૂરી આપી દેવામાં આવી છે.


ખેડૂતે લોગીન આઈ.ડી. પરથી ઓનલાઈન અપલોડ કરવાના રહેશે

આ મંજૂરી મેળવનાર તમામ ખેડૂત અરજદારોએ યોજનાકીય લાભ મેળવવા માટે જરૂરી સાધનિક કાગળો જેવા કે અરજીની સહી વાળી નકલ, ૭-૧૨ અને ૮-અ ના ઉતારા, આધાર કાર્ડની નકલ, ખરીદીના અસલ બિલો તેમજ અરજદારનો વાવેતર અથવા સાધન સાથેનો રેખાંશ-અક્ષાંશવાળો ફોટો તાત્કાલિક તૈયાર રાખવાના રહેશે. આ તમામ દસ્તાવેજો તા. ૨૮ ફેબ્રુઆરી સુધીમાં આઈ-ખેડૂત પોર્ટલ પર પોતપોતાના લોગીન આઈ.ડી. પરથી ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.

સમયમર્યાદામાં બિલ અપલોડ કરવાના રહેશે

ખાસ નોંધ લેવી કે, નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ચાલુ વર્ષ માટે કોઈપણ બિલો પોર્ટલ પર અપલોડ થઈ શકશે નહીં. આ બાબતે વધુ વિગત કે માર્ગદર્શન માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૦૮, બ્લોક-સી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ અથવા ટેલિફોન નંબર ૦૨૭૫૨-૨૮૨૭૬૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.


આ પણ વાંચો : Surat News : સુરતના વેપારી સાથે બની હનીટ્રેપની ઘટના, મુંબઇ બોલાવી અશ્લીલ વીડિયો બનાવી 5 કરોડ પડાવી લીધા


 

  • Follow us on: