• અમદાવાદમાં યોજાનાર મેચ પહેલા પોલીસની મોટી કામગીરી
  • શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે કશ્મીરી યુવકોની કરાઈ અટકાયત
  • સ્ટેડિયમ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે કરી યુવકોની અટકાયત કરી

અમદાવાદ શહેરમાં યોજાનાર મેચ પહેલા પોલીસની મોટી કામગીરી સામે આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી કામગીરી હાથ ધરી છે. તેમાં ચાર કશ્મીરી યુવકોની અટકાયત કરાઇ છે. જેમાં શંકાસ્પદ પ્રવૃત્તિના આધારે કશ્મીરી યુવકોની અટકાયત કરાઇ છે.

ગુનાહિત પ્રવૃત્તિ અજામ આપે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે પકડ્યા
શહેરમાં સ્ટેડિયમ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અજામ આપે તે પહેલાં ક્રાઇમ બ્રાંચે પકડ્યા છે. જેમાં અમદાવાદમાં ચાર કાશ્મીરી યુવકોની અટકાયત કરવામાં આવી છે.

મેચની 60000 જેટલી ટિકિટો અત્યાર સુધીમાં વેચાઈ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી 20 મેચને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ શહેર ટ્રાફિક પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં થનારી મેચને લઈને એક સંયુક્ત પ્રેસમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ મેચમાં એક લાખ જેટલા દર્શકો આવશે તેવી આશા વ્યક્ત કરી. ઓનલાઇન અને ઓફલાઈન મોડમાં મેચની ટિકિટ તેમજ પાર્કિંગ માટે પણ ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. મેચને લઈને એ દિવસોમાં મેટ્રોના રૂટની ફ્રિકવન્સી વધારવામાં આવશે. મેચના દિવસે જે રસ્તા ઉપર પ્રતિબંધિત પાર્કિંગ અને પ્રતિબંધિત રૂટ જાહેર કરવાના હશે તે માટેનું જાહેરનામું પણ બહાર પડાશે. મેચની 60000 જેટલી ટિકિટો અત્યાર સુધીમાં વેચાઈ ચૂકી છે.

મેચ માટે સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 મેચ રમાશે. પહેલી ફેબ્રુઆરીએ આ મેચ રમાશે. ત્યારે સ્ટેડિયમમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે મેચ જોવા આવનાર લોકોના વાહન પાર્કિંગ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા માટે દૂર-દૂરથી આવે છે. મોટી સંખ્યામાં લોકો મેચ જોવા પહોંચે છે, પરંતુ મેચ જોવા આવતા લોકોને વાહન પાર્ક કરવાને લઈ ચિંતા થતી હોય છે. પોતાના વાહનનું પાર્કિંગ ક્યાં કરવું? પરંતુ મેચ જોવા આવતા લોકોના વાહન પાર્ક કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

  • Follow us on:

[[$googlead]]