અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેર કોટડા વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી બાબતે અસમાજીક તત્વોએ તોડફોડ કરી છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાને બદલે શહેરકોટડા પોલીસ મુકપ્રેક્ષક બની છે.


[[$googlead]]


[[$alsoread]]

ફરિયાદીના ઘરમાં ઘુસી 10થી વધુ વ્યક્તિઓના ટોળાએ તોડફોડ કરી છે. ફરિયાદીને સતત જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. ફરિયાદ નોંધાવવા માટે અનેક પ્રયત્નો પછી પણ શહેરકોટડા પોલીસે ફરિયાદ નોંધી નથી. 3 નવેમ્બરે ફરિયાદીના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. અગાઉ 1 નવેમ્બરે થયેલી માથાકૂટમાં ફરિયાદીએ કાર્યવાહી કરવા માટે શહેરકોટડા પોલીસને અરજી આપી છે. પોલીસની નિષ્ક્રિય કામગીરીના કારણે અસમાજીક તત્વોને ખુલ્લો દૌર મળી રહ્યો છે.


સરદારનગરમાં નીલકંઠ સોસાયટીના સ્થાનિકો પર હુમલો કર્યો

અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળી રહ્યા છે. સરદારનગર વિસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં સ્થાનિકો પર હુમલાની ઘટના બની છે. અસામાજિક તત્વોએ મહિલાઓ અને પુરુષો પર લાકડી વડે હુમલો કર્યો ચે. જો કે, પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. સ્થાનિકોએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.

સરદારનગર વિસ્તારમાં આ પ્રકારે અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો છે. મહિલા અને પુરુષો પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો આરોપ લાગી રહ્યો છે. પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ હોવાનો આરોપ લાગી રહ્યો છે. સ્થાનિકોએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. શું આ વિસ્તારમાં પોલીસની કામગીરીને લઈને સવાલ ઉઠી રહ્યા છે? શું પોલીસનો અસામાજિક તત્વોને કોઈપણ જાતનો ડર નથી? તેના કારણે અસામાજિક તત્વો આ પ્રકારે બેફામ બની રહ્યા છે?

  • Follow us on: