• 1 હજાર કરોડના વ્યવહાર ખુલતા EDએ નોંધી ફરિયાદ
  • ઇડી ટ્રાન્સફર વોરંટથી બોબી પટેલની કરશે ધરપકડ
  • 200થી વધુ લોકોને ગેરકાયદે ઘૂસણખોરી કરાવી હોવાનું ખુલ્યું

અમદાવાદમાં કબૂતરબાજ બોબી પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ 1 હજાર કરોડના વ્યવહાર ખુલતા EDએ ફરિયાદ નોંધી છે. તથા 1 હજાર કરોડના આર્થિક વ્યવહારને લઈ ઇડી તપાસ કરશે.

ઇડી ટ્રાન્સફર વોરંટથી બોબી પટેલની ધરપકડ કરશે

[[$googlead]]

ઇડી ટ્રાન્સફર વોરંટથી બોબી પટેલની ધરપકડ કરશે. તેમજ 200થી વધુ લોકોને ગેરકાયદે ઘૂસણખોરી કરાવી હોવાનું ખુલ્યું છે. જેમાં અમેરિકા, કેનેડા લઈ જવાનું કૌભાંડ સામે આવ્યું હતું. તેમજ બોબી પટેલ 9 વર્ષથી કબૂતરબાજી રેકેટથી સંડોવાયેલો હતો. તથા ઘૂસણખોરી કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ કરી રહી છે. હાલ બોબી પટેલ જયુડિશિયલ કસ્ટડીમાં છે. કબૂતરબાજી બોબી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

[[$alsoread]]

જાણો સમગ્ર મામલો:

1 હજારના કરોડના આર્થિક નાણાકીય વ્યવહાર ખુલતા ઇડીએ ફરિયાદ નોંધી છે. જેમાં ગેરકાયદેસર ભારતમાંથી અમેરિકા અને કેનેડા લઈ જવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં 200થી વધુ લોકોને ગેરકાયદેસર વિદેશમાં ઘૂસણખોરી કરાવ્યું હોવાનું ખુલ્યું હતું.

ડીંગુચા ગામના પરિવારને અમેરિકા મોકલનારા બોબી પટેલે 1 હજારના કરોડના નાણાકીય વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં સામે આવતા EDએ તેની સામે ફરિયાદ નોંધી છે. યુએસ-કેનેડા બોર્ડર પર ગત 19 જાન્યુઆરીએ અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલાં એક બાળક સહિતની ચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મોનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી હતી. આ અંગેની માહિતી તેમણે ભારતના હાઈ કમિશનને આપી હતી. જે બાદ ભારતના હાઈકમિશને જણાવ્યું હતું કે, કેનેડાના અધિકારીઓએ ચાર મૃતકના મૃતદેહોની ઓળખ કરી લીધી હતી. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબેન જગદીશકુમાર પટેલ( ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશ કુમાર પટેલ (ઉંમર-3) હતા.


  • Follow us on: