જો તમે પણ બહારનું ખાવાના શોખીન હોવ અને ઓનલાઈન ઓર્ડર કરીને અવનવી વાનગીઓ મગાવીને ખાવ છો તો હવે ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા ચેતી જ્જો, ક્યાંક તમારી સાથે પણ આવી ઘટના બની શકે છે. અમદાવાદમાં એક ગ્રાહકને ઓનલાઈન ઓર્ડર કરીને પસ્તાવવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં વેજના બદલે ગ્રાહકને નોન-વેજ બિરયાની આપી દેવામાં આવી છે.
વેજ બિરયાનીનો ઓનલાઈન ઓર્ડર કરતા પહેલા ચેતી જજો
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં વેજના બદલે એક ગ્રાહકને નોન-વેજ બિરયાની પધરાવી દેવામાં આવી છે. ગ્રાહકે ઓનલાઈન મગાવેલી વેજ બિરયાનીની જગ્યાએ હોટલ સંચાલકે નોનવેજ બિરયાની પધરાવી દીધી છે. ત્યારે ગ્રાહકે નોનવેજ બિરયાની આરોગતા તેની તબિયત પણ લથડી છે અને ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહક ડિપ્રેશનમાં પણ આવી ગયો છે. સાઉથ બોપલની ધ રિબેલ ફાસ્ટ ફુડ પ્રોડક્સની નામની હોટલે આ મોટી ભૂલ કરી છે.
ફુડ એકમમાં વેજ, નોન વેજ એક જગ્યા પર બનતું હતું
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં આ પ્રકારની ભૂલો અનેકવાર સામે આવી છે. જો કે એકમે નોનવેજ બિરીયાની મોકલ્યાનો સ્વીકાર કર્યો છે. ત્યારે ગ્રાહકે આ અંગે નિરાશ થઈને AMCના ફુડ વિભાગમાં ફરિયાદ દાખલ કરી છે. ફુડ એકમમાં વેજ, નોન વેજ એક જગ્યા પર બનતું હતું, જેને લઈને ફુડ એકમ સામે કાર્યવાહી કરવાની ગ્રાહકે માગણી કરી છે.









