અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમમાં આગ લાગતા લોકો ફસાયા હોવાની આશંકા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી. લોકોને બિલ્ડીંગની બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી.


[[$googlead]]

અમદાવાદના બોપલમાં 22 માળની બિલ્ડીંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફટાકડા અથવા શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ફાયર વિભાગની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. ઈસ્કોન પ્લેટિનમના એમ વિંગમાં આગ લાગી છે. ફાયરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી જતા આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

આગ લાગતા ફ્લેટની આજુબાજુના રહેવાસીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. તેમજ જ્યાં આગ લાગી છે તે વિંગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ફાયરની ટીમની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની જહેમત ઉઠાવી રહી છે. કેટલા લોકો ઘાયલ થયા છે તે હજુ સુધી જાણી શકાયું નથી. આગને કંટ્રોલ કરવામાં હજુ બે થી ત્રણ કલાક સુધીનો સમય લાગી શકે તેમ છે.

[[$alsoread]]
  • Follow us on: