- અમદાવાદના વેપારીને એનસીબીના અધિકારીની ઓળખ આપી
- છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સાગરીતોની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી
- ત્રણે આરોપીની ધરપકડ કરી દિલ્હી અને હરિયાણાના ગુનાનો ભેદ પણ ઉકેલાયો
ફેડેક્સ કુરિયરના પાર્સલમાં ડ્રગ્સ હોવાથી ધરપકડની ધમકી આપી એનસીબીના અધિકારી તરીકે ઓળખ આપી છેતરપિંડી કરતી ગેંગના ત્રણ સાગરીતોની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. આરોપીની તપાસમાં અન્ય રાજ્યોના પણ ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહત્વનું છે કે છેતરપિંડી કરતી ચાઈનીઝ ગેંગનું નેટવર્ક ચ્હાની કીટલીઓ સુધી પહોંચી ગયું છે. જે આગામી સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
ચાઈનીઝ ગેંગ દ્વારા થતી છેતરપિંડીનું નેટવર્ક હવે ચાની કીટલીઓ સુધી પહોંચી ગયું
ચાઈનીઝ ગેંગ દ્વારા થતી છેતરપિંડીનું નેટવર્ક હવે ચાની કીટલીઓ સુધી પહોંચી ગયું છે. એટલે કે છેતરપિંડીના રૂપિયા ટ્રાન્સફર કરવા માટે એકાઉન્ટ ચાની કીટલી પરથી એકઠા કરવામાં આવતા હતા. ચા પીવા આવતા ગરીબ લોકો પાસેથી 5000થી 7000 રૂપિયામાં તેમના એકાઉન્ટ મેળવી લેવામાં આવતા હતા. જે એકાઉન્ટમાં છેતરપિંડીના રૂપિયા અને ડોલરના ટ્રાન્જેક્શન કરવામાં આવતા હતા. જે અંગે સાઇબર ક્રાઇમે ઇન્દ્રજીત પવાર, રાહુલ ગેહલોત અને કૈલાશ કુકણાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે તમામ આરોપીઓ રાજસ્થાનના બિકાનેરના વતની છે અને તેમની પૂછપરછમાં અન્ય ત્રણ ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.
અમદાવાદના વેપારીને એનસીબીના અધિકારીની ઓળખ આપી
મહત્વનું છે કે અમદાવાદના વેપારીને એનસીબીના અધિકારીની ઓળખ આપી, ફરિયાદીના બેંક એકાઉન્ટમાં 10 લાખની લોન કરાવી 9.76 લાખની છેતરપિંડી કરી હતી. જે આરોપી પાસેથી 95 સીમકાર્ડ, 65 ચેકબુક અને 61 ATM કાર્ડ મળી આવ્યા હતા. ગુનામાં આરોપીના રોલ અંગે તપાસ કરતા ઇન્દ્રજીત પવાર ચાની કીટલી ચલાવી લોકો પાસેથી એકાઉન્ટ મેનેજ કરતો હતો. અન્ય આરોપી રાહુલ કહેલોત બે ચાઈનીઝ આરોપીઓને એકાઉન્ટ મોકલતો હતો. તથા અન્ય આરોપી કૈલાસ બેંકમાંથી નાણા ઉપાડી લેતો હતો. જે બદલ ત્રણે આરોપીને છેતરપિંડીની રકમ પર ટકાવારી પણ મળતી હતી..
ત્રણે આરોપીની ધરપકડ કરી દિલ્હી અને હરિયાણાના ગુનાનો ભેદ પણ ઉકેલાયો
મહત્વનું છે કે સાયબર ક્રાઈમે ત્રણે આરોપીની ધરપકડ કરી દિલ્હી અને હરિયાણાના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. તો બીજી તરફ ન માત્ર આ ત્રણ આરોપી પરંતુ તેમના જેવા અન્ય ઘણા આરોપીઓ બેન્ક એકાઉન્ટ અને ચાઈનીઝ ક્રિમિનલ સાથે જોડાઈને ગુનાઓને અંજામ આપી રહ્યા છે. જે આગામી સમયમાં ઘણું ઘાતક સાબિત થઈ શકે છે.