• એજન્ટ ઘરે જ ટિકિટ બુકીંગનું કામ કરતો
  • પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા
  • એક અંદાજે 60 જેટલા લોકો ભોગ બન્યા

લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે. આ ઉક્તિ સેટેલાઈટ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના કિસ્સામાં સાચી પડી છે. કેનેડા જવા ઓનલાઇન સસ્તી ટિકિટના નામે લાખોનું ફુલેકુ ફેરવી એજન્ટ ફરાર થઇ ગયો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાઇ છે. જો કે એક બાજુ ભોગ બનનારએ પોલીસને જાણ કરી અને બીજી બાજુ એજન્ટ ગાયબ થઇ જતાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અને ભોગ બનનાર લોકોએ આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.

સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ થઈ છે

[[$googlead]]

આમ તો વિદેશ લઇ જવાના નામે છેતરપિંડી થતી જ હોય છે. એટલે તે કિસ્સામાં તો ચેતવાની જરૂર છે જ. પણ જો કોઈ તમને વિદેશ લઇ જવાના નામે સસ્તી ટિકિટ કરવાની લોભામણી લાલચ આપે તો તેનાથી પણ ચેતજો. કારણ કે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ થઈ છે તે મુજબ ઓનલાઇન સસ્તી ટિકિટના નામે લાખોનું ફુલેકુ ફેરવી એજન્ટ ફરાર થઇ ગયો છે. ગ્રેસીયસ હોલીડેના નામે બિઝનેસ કરતા એજન્ટ અને તેની પત્ની ફરાર છે. તેની છેતરપિંડી કરવાની ટેકનિક હતી કે વિદેશની ગ્રુપ ટીકીટ બુકીંગ કરાવી એજન્ટ ટિકિટ કેન્સલ કરાવી દેતો. એજન્ટ પત્નીના નામે ગ્રેસીયસ હોલીડે નામથી ટિકિટ બુકીંગ ચાલતું હતું. જોકે ભોગ બનારે સેટેલાઇટ પોલીસ મથકમાં 25 એપ્રિલ જાણ કરી હતી. પોલીસ એજન્ટ નિરલ પરીખના ઘરે પણ ગઈ હતી જે તે સમયે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે.

[[$alsoread]]

એજન્ટ ઘરે જ ટીકીટ બુકીંગનું કામ કરતો

હાલમાં 20 જેટલા ભોગબનાર પોલીસ કમિશનર કચેરી રજુઆત કરી છે. લાખો રૂપિયાની ટિકિટ કરાવી એજન્ટ ટીકીટ કેન્સલ કરાવી ભૂગર્ભમાં જતો રહ્યો હોવાનું ભોગબનનાર લોકો કહી રહ્યા છે. એજન્ટ પાસે સ્ટુડન્ટસ અને કેનેડા, લંડન સહિત વિદેશ ફરવા જનારા લોકોએ ગ્રુપમાં ટિકિટ બુકીંગ કરાવ્યું હતું. એજન્ટ ઘરે જ ટિકિટ બુકીંગનું કામ કરતો હતો. એજન્ટ નિરલ પારીખ સહજાનંદ કોલેજમાં રોડ પર આવેલ શિવાની એપાર્ટમેન્ટ ફેલટમાં રહેતો હતો.

એક અંદાજે 60 જેટલા લોકો ભોગ બન્યા

હાલ છેલ્લા બે દિવસથી ઘર તાળું મારી દંપતી ગાયબ થઈ ગયા છે. એક અંદાજે 60 જેટલા લોકો ભોગ બન્યા છે. તથા લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે. જે અંગે સેટેલાઇટ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: