- પ્રથમ વખત અમદાવાદમાં યોજાઇ રેસ
- ભાગ લેનારા સ્પર્ધકોએ 400 મીટરનું અંતર કાપ્યું
- સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે રેસ થઇ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં કાયાકિંગ રેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત અમદાવાદમાં રેસ યોજાવા જઈ રહી છે. તેમાં ભાગ લેનારા સ્પર્ધકોએ 400 મીટરનું અંતર કાપ્યું છે. તથા સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ વચ્ચે રેસ યોજાશે. આજે સાબરમતી રિવરફ્રન્ટમાં 'કાયાકિંગ રેસ' નું આયોજન થયુ હતુ.
સવારે 7 વાગ્યાથી 11 સુધી હરીફાઈમાં 42 સ્પર્ધકોએ ભાગ લીધો
પ્રથમ વખત કાયાકિંગ સ્પર્ધા અમદાવાદમાં યોજાઇ છે. કાયાકિંગમાં ભાગ લેનારા 400 મીટરનું અંતર કાપશે. 2036 માં ઓલમ્પિક ગેમ્સના યજમાન બનવા માટે સંભવિત પ્રયાસ થઇ રહ્યો છે. આજે સવારે 7 વાગ્યાથી 11 સુધી હરીફાઈમાં 42 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એકમાત્ર રીક્રીએશનલ અને હેલ્થ પ્રમોટ કરવાના હેતુસર પહેલી વખત આ પ્રકારે વોટર હેલ્થ પ્રમોટ કરવાના હેતુસર પહેલી વખત આ પ્રકારે વોટર સ્પર્ધા યોજવામાં આવી છે.
નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે 42 સ્પર્ધકોને 7-7ના ગ્રૂપમાં વહેચાયા
નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે 42 સ્પર્ધકોને 7-7ના ગ્રૂપમાં વહેચાયા છે. પહેલો રાઉન્ડ કાયાકિંગની ડબલ સીટરમાં યોજાયો છે. 7-7ના આ ગ્રૂપમાં જીતેલા 3 ફાઈનલ સ્પર્ધકો વચ્ચે સિંગલ સીટરની કાયાકિંગમાં રેસ યોજાઇ હતી. સમગ્ર હરિફાઈ સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ વચ્ચેનો 400 મીટરનો રૂટ નક્કી કરાયો હતો. પ્રેક્ષકો માટે સરદાર બ્રિજ નીચે વ્યવસ્થા કરવામાં આવી હતી.