• ગત વર્ષે ક્વાર્ટર ફી રૂ.22,000 હતી જે વધીને રૂ.31,000 કરાયા
  • FRC નિયમ મુજબ સ્કૂલો 5 ટકાથી વધુ ફી ન વધારી શક
  • 38 ટકા ફી વધારા બાબતે DEOએ નિરમા સ્કૂલને ફટકારી નોટિસ

અમદાવાદમાં નિરમા સ્કૂલે રાતોરાત ફીમાં 38 ટકાનો વધારો કર્યો છે. જેમાં ગત વર્ષે ક્વાર્ટર ફી રૂપિયા 22,000 હતી જે વધીને રૂપિયા 31,000 કરાયા છે. FRC નિયમ મુજબ સ્કૂલો 5 ટકાથી વધુ ફી ન વધારી શકે. તેથી વાલીઓએ ફી વધારા સામે વાંધો ઉઠાવ્યો છે.

વાલીની અરજીના આધારે DEOએ સ્કૂલ વિરુદ્ધ પગલાં લીધા

[[$googlead]]

બંને વર્ષની ફી રસીદ સાથે DEOમાં ફરિયાદ કરી છે. જેમાં 38 ટકા ફી વધારા બાબતે DEOએ નિરમા સ્કૂલને નોટિસ ફટકારી છે. તેમજ FRCના વધારા વગર સ્કૂલે ફી વધારી છે. તથા સ્કૂલને 2 દિવસમાં ખુલાસો આપવા ફરમાન કરવામાં આવ્યું છે. નિરમા સ્કૂલે રાતોરાત ફીમાં 38 ટકાનો વધારો ઝીંકતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. સ્ફૂલને 2 દિવસમાં DEO કચેરીમાં હાજર રહી ખુલાસો આપવા જણાવ્યું છે. તેમજ વાલીની અરજીના આધારે DEOએ સ્કૂલ વિરુદ્ધ પગલાં લીધા છે.

[[$alsoread]]

  • Follow us on: