PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. જેમાં 3:30 વાગ્યે GMDC ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યારે GMDC ગ્રાઉન્ડમાં 1 લાખ લોકોને સંબોધિત કરશે. PMના હસ્તે 8 હજાર કરોડના ખાતમુહૂર્ત, લોકાર્પણ થશે. તેમાં ઔડાના મકાન, વંદે નમો ભારત મેટ્રોને લીલીઝંડી આપશે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે.


[[$googlead]]

બપોરે 3.30 કલાકે GMDC ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ

બપોરે 3.30 કલાકે GMDC ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ છે. તેમાં 1 લાખ લોકોને પીએમ મોદી સંબોધિત કરશે. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી લોકોને હાજર રાખવામાં આવશે. 8 હજાર કરોડના ખાત મુહુર્ત લોકાર્પણ પીએમ મોદી કરશે. ઔડાના મકાનની ફાળવણી , વંદે ભારત અને પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને પીએમ લીલી ઝંડી આપશે. ઊર્જા પેટ્રો કેમિકલ અને શહેરી વિકાસ વિભાગના 6-6 ખાત મુહુર્ત લોકાર્પણ કરશે. PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. GMDC ગ્રાઉન્ડમાં કાર્યક્રમમાં હાજર રહેશે. જેમાં PM મોદી ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે.

[[$alsoread]]

અમદાવાદ-ભુજ વચ્ચે નમો ભારત રેપીડ મેટ્રોનો પ્રારંભ કરાશે

PM સાથે સી.આર.પાટીલ અને CM હાજર રહેશે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે જાહેર સભામાં આ પ્રકારે ડોમમાં લોકોનું અભિવાદન ઝીલતા હોય છે.  જેમાં આજે તે પ્રકારે જ PM Modi GMDC ગ્રાઉન્ડમાં ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલશે. તેમજ ભારતીય રેલવેએ વંદે ભારત મેટ્રોનું નામ બદલ્યું છે. જેમાં વંદે મેટ્રોનું નામ નમો ભારત રેપીડ મેટ્રો રખાયું છે. PM મોદી નમો ભારત રેપીડ મેટ્રોનું ઉદ્ઘાટન કરશે. તેમજ અમદાવાદ-ભુજ વચ્ચે નમો ભારત રેપીડ મેટ્રોનો પ્રારંભ કરાશે.


  • Follow us on: