- વોટરપ્રુફ રાખડી કવર સાથે પોસ્ટની વ્યવસ્થા
- સ્પીડ પોસ્ટથી રાખડી મોકલી શકાશે
- વિદેશ રહેલા ભાઈઓ માટે મોકલી શકાશે રાખડી
રક્ષાબંધનને લઈ પોસ્ટવિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં વોટરપ્રુફ રાખડી કવર સાથે પોસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પીડ પોસ્ટથી રાખડી મોકલી શકાશે. વિદેશ રહેલા ભાઈઓ માટે રાખડી મોકલી શકાશે. તેમાં પોસ્ટમેનને રાખી સ્પીડ પોસ્ટની જવાબદારી સોંપાઈ છે. તેમાં અમદાવાદની નવરંગપુરા પોસ્ટઓફિસ ખાતે ભીડ જામી છે.
રાખડી સ્પીડ પોસ્ટથી મોકલવા લોકોની ભીડ જામી
રાખડી સ્પીડ પોસ્ટથી મોકલવા લોકોની ભીડ જામી છે. બહેનો માટે રક્ષાબંધન ખાસ હોય છે. જેમાં પોસ્ટ વિભાગ દ્વારા વોટરપ્રુફ રાખડી કવર સાથે પોસ્ટની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. તેમાં વિદેશ રહેતા ભાઈઓ માટે બહેનો સ્પીડ પોસ્ટથી ઝડપી રાખડી મોકલી શકશે. તેમાં પોસ્ટમેનને રક્ષાબંધન પર રાખી સ્પીડ પોસ્ટ જવાબદારી સોપાઈ છે. નવરંગપુરા પોસ્ટ ઓફીસ ખાતે રાખડી સ્પીડ પોસ્ટથી મોકલવા ભીડ લાગી છે. ગુજરાત બહારની સાથે વિદેશ રહેતા ભાઈઓને રાખડી મોકલવા બહેનોની ભીડ જામી છે.
વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે રાખડી મળશે
ભાઈના રક્ષણ અને સ્વાસ્થ્ય માટે સુતરના તાંતણે પ્રાર્થના કરતી બહેનો રક્ષાબંધનના તહેવારની રાહ જુએ છે. આ પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો છે ત્યારે પરદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે રાખડી મળી જાય એ માટે પોસ્ટ ઓફિસ તંત્ર દ્વારા વિશેષ કવર સાથે સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે પોસ્ટ ઓફિસોમાં રાખડીઓ મોકલવા માટે કાઉન્ટર પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ માસની પૂનમે આગામી તા.19મી ઓગસ્ટ, સોમવારે આવશે. વિદેશમાં વસવાટ કરતા ભાઈને નિયત સમયે રાખડી મળી જાય એ માટે તેની બહેન સતત ચિંતિત હોય છે. પરંતુ વિદેશમાં મોકલવામાં આવતી રાખડી કે કોઈપણ ચીજ વસ્તુ મોકલતા તેને મળવામાં ઓછામાં ઓછા 15 દિવસ લાગતા હોય છે. પોસ્ટ ઓફિસ દ્વારા નિશ્ચિત પણે વિદેશમાં રાખડી કે કોઈપણ ચીજ વસ્તુ સમયસર મળી જાય તેવા પ્રયાસો કર્યા છે.









