અમદાવાદમાં PM Modiના આગમન પહેલા GMDCમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેમાં PM મોદી 3.30 વાગ્યે GMDCમાં કાર્યક્રમમાં હાજર રહેશે. તેથી PM મોદીના આગમન પહેલા સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે. GMDC ગ્રાઉન્ડમાં કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે. તેથી GMDC ગ્રાઉન્ડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.


[[$googlead]]

PM મોદીના જન્મદિવસની શુભેચ્છા આપતા બેનર લાગ્યા

PM મોદીના જન્મદિવસની શુભેચ્છા આપતા બેનર લાગ્યા છે.આવતીકાલે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ હોવાથી એક દિવસ પહેલા જ શુભેચ્છા પાઠવવા GMDC ગ્રાઉન્ડ પર કાર્યકર્તા પહોચશે. આજે લંચ બાદ વડાપ્રધાન લગભગ 1:30ની આસપાસ ગાંઘીનગર સેક્ટર 1માં તૈયાર થયેલા મેટ્રો સ્ટેશનનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં પ્રવાસ પણ કરી શકે છે. બાદ તેઓ અમદાવાદ આવશે અને અહી GMDC ગ્રાઉન્ડમાં યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગર પરત પરત ફરશે અને ડિનર રાત્રિ રોકાણ બાદ સવારે અમદાવાદથી ભુવનેશ્વર જવા રવાના થશે. ઉલ્લેખનિય છે કે 17 સપ્ટેમ્બરે પીએ મોદીનો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસથી શુભકામના લઇને તેઓ અમદાવાદથી રવાના થશે.

[[$alsoread]]

સવારે PM મોદીએ ગાંધીનગરના વાવોલની મુલાકાત લીધી છે

સવારે PM મોદીએ ગાંધીનગરના વાવોલની મુલાકાત લીધી છે. જેમાં PM વાવોલમાં સોલાર રૂપ ટોપ લગાવેલા ઘરની મુલાકાતે છે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીને મળ્યા છે. PM મોદી 53 નંબરના બંગલોમાં સોલાર પેનલ નિહાળી છે. તથા શાલિન 2 સોસાયટીના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો છે. શાલિન -2માં 100 એપાર્ટમેન્ટ અને 25 બંગલો છે .આખી સોસાયટીમાં સોલર પેનલ સિસ્ટમ લગાવાઈ છે. તથા સોસાયટીના 89 પરિવારોએ સોલર પેનલ સિસ્ટમ લગાવી છે.


  • Follow us on: