"પુલિંગ મેથડ"નો ઉપયોગ કરીને લગભગ 10 દિવસનું કામ 2 કલાકમાં પૂર્ણ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગે આધુનિક એન્જિનિયરિંગ ટેક્નોલોજી પુલિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કલોલ-ગાંધીનગર સેક્શનના રેલવે ક્રોસિંગ નંબર 6 પર રોડ અંડર બ્રિજ (RUB)નું સફળતાપૂર્વક નિર્માણ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. આ પ્રોજેક્ટમાં, "પુલિંગ મેથડ" નો ઉપયોગ કરીને RUB ઇન્સ્ટોલેશન માત્ર 2 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું, જે પશ્ચિમ રેલવેના ઇતિહાસમાં તેના પ્રકારનો પ્રથમ અને અનોખો પ્રયાસ છે.

અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ હેઠળ 4.8 ડાયમેન્શનના RUB બોક્સને કાળજીપૂર્વક ખેંચીને સ્થાપિત કરવામાં આવ્યા છે. આ કામ કોઈપણ અવરોધ વિના સંપૂર્ણ આયોજનપૂર્વક પૂર્ણ થયું હતું.

ભારતીય રેલવેના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું
આ RUBનું નિર્માણ ટીંટોંડા, ભોયણ રાઠોડ, આદરજ અને કોળીવાડા સહિતના નજીકના ગામોના નાગરિકો અને અન્ય માર્ગ વપરાશકારો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જેનાથી તેમના સમય અને ઇંધણની પણ બચત થશે. અમદાવાદ ડિવિઝનની આ અભૂતપૂર્વ સિદ્ધિએ ભારતીય રેલવેના માળખાકીય વિકાસમાં એક સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. આ કાર્ય માત્ર ઇજનેરી કૌશલ્યો અને પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ નથી, પરંતુ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ આંતરદૃષ્ટિ પણ પ્રદાન કરે છે.

આ RUBનું નિર્માણ દેશના માળખાકીય વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને રેલવે પ્રોજેક્ટ્સમાં સમયસરતા અને કાર્યક્ષમતાને નવા સ્તરે લઈ જવામાં મદદ કરશે.