- રિંગરોડ પર વાહનચાલકો ભારે ટ્રાફિકમાં ફસાયા
- મુખ્ય માર્ગ અને ચાર ચાર લેન પર ટ્રાફિક જામ
- સર્વિસ રોડ પણ વાહનોથી ખીચોખીચ જોવા મળ્યો
અમદાવાદના અસલાલી સર્કલ પર 7 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળ્યો છે. સતત બે કલાક સુધી ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા. બે કલાકથી 7 કિમી સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.
અમદાવાદના અસલાલી સર્કલ પર બે કલાકથી સાતેક કિલોમીટરનો ટ્રાફિક જામ થયો હતો. રિંગરોડ જે બસ્સો ફુટનો છે તે મુખ્ય માર્ગ બન્ને તરફનો ચાર ચાર લેનનો અને સવિઁસ પરના બન્ને તરફના રોડ પર ભારે ટાર્ફિક જામ થયો હતો. અગત્યના કામ માટે નીકળેલા વેપારી વર્ગ સહિતના વાહનચાલકો ભારે ટાર્ફિક જામમાં અટવાયા હતા. સરદાર પટેલ રિંગરોડ પર આંતરરાજ્યમાં જતા ભારે વાહનો આજ માર્ગ પરથી પસાર થતા હોઈ વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા.
પ્રાંતિજ જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો
સાબરકાંઠાના પ્રાંતિજ ત્રણ રસ્તા પાસેની સોસાયટીના નવાઘરા સોસાયટીના રહીશોએ અધુરો ઓવરબ્રિજ અને રોડના ખાડાને લીધે ધૂળ ઉડવાને લઈને પરેશાન થયેલા રહીશોએ નેશનલ હાઇવે 48ને રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને લઈને ટ્રાફિક જામ થયો હતો.
અમદાવાદથી ઉદેપુર નેશનલ હાઈવે નંબર 48ને ફોરલેનમાંથી 6 લેનમાં બનાવવાની કામગીરી છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી છે. કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. તો અધુરા ઓવરબ્રિજ અને રોડની અધૂરી કામગીરીને લઈને વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થયા હતા. જ્યાં રોડ પર ખાડા પડી રહ્યા છે. ત્યાં મેટલ અને ડસ્ટ નાખવામાં આવે છે જેને લઈને વાહનો અવર જવર કરતા ધૂળ ઉડે છે.
નેશનલ હાઈવે પર રહીશોએ ટ્રાફિક રોક્યો હતો
પ્રાંતિજના ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે 48 પર આવેલ નવા ઘરા સોસાયટીના રહીશોએ બુધવારે છેલ્લા પાંચ વર્ષથી 4લેનમાંથી 6 લેનમાં ચાલતી કામગીરીમાં અધૂરા ઓવરબ્રિજ અને ખાડાવાળા રોડ ઉપર ધૂળ નાખવાની કામગીરીને લઈને લીધે ધૂળ ઉડે છે જે ઘરમાં જાય છે અને ઘરમાં રહેતા લોકોને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. બીજી તરફ સોસાયટીમાં ઘરની બહાર પણ નથી બેસી શકાતું જેને લઈને સોસાયટીના રહીશોએ મહિલાઓ સાથે રસતો રોકી દીધો હતો. રસ્તો બ્લોક કરતા બંને તરફ લાંબો ટ્રાફિક જામ થયો હતો. આમ સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી દિવસમાં કોઈ નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી સ્થાનિકો ચીમકી ઉચ્ચારી હતી.









