- અમદાવાદમાં વરસાદ બાદ જ્યાં જુવો ત્યાં ખખડધજ રોડ
- પ્રગતિનગરથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ થયા ખખડધજ
- એક તરફ કરોડના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ
અમદાવાદમાં વરસાદ બાદ જ્યાં જુવો ત્યાં ખખડધજ રોડ જોવા મળી રહ્યાં છે. જેમાં વાઈટ ટોપિંગ રોડ શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે. તેમજ પ્રગતિનગરથી શાસ્ત્રીનગર તરફ જતા રોડ ખખડધજ થયા છે. એક તરફ કરોડના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ છે. ત્યારે ટોપિંગ રોડની બાજુનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે.

સુવિધાના નામે તંત્રએ શહેરીજનોની હાલત કફોડી બનાવી
સુવિધાના નામે તંત્રએ શહેરીજનોની હાલત કફોડી બનાવી છે. સુવિધાના નામે તંત્રએ શહેરીજનોની હાલત કફોડી બનાવી છે. એક તરફ કરોડના ખર્ચે બનેલા વ્હાઈટ ટોપિંગ રોડ છે તો બીજી તરફ વ્હાઈટ ટોપિંગ રોડની બાજુનો રોડ તૂટેલી બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. વ્હાઇટ ટોપિંગ રોડ બનવવાની આડમાં બાજુના રોડની દુર્દશામાં પીડાતી પ્રજા લાચાર બની છે. તેમજ અમદાવાદમાં વરસાદના વિરામ બાદ લોકોને હાલાકી થઇ રહી છે. જેમાં સાયન્સ સિટી વિસ્તારમાંથી પાણીનો નિકાલ થયો નથી. જેમાં સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત છતાં કાર્યવાહી કરવામાં આવી નથી.
ફરિયાદનો નિકાલ થયાનો તંત્રએ જવાબ આપ્યો
ફરિયાદનો નિકાલ થયાનો તંત્રએ જવાબ આપ્યો છે. જેમાં સ્થાનિકોએ જણાવ્યું છે કે ગત એપ્રિલ માસથી આ સ્થિતિ છે. વરસાદમાં ગટરના પાણી બેક મારે છે. મચ્છરનો પણ ઉપદ્રવ થાય છે. કહેવાતા મેટ્રો સિટીના પોશ વિસ્તાર એવા સાયન્સ સિટી વિસ્તારમાં પાણીનો નિકાલ થયો નથી. સ્થાનિકો દ્વારા અનેક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. પાણી યથાવત પરંતુ ફરિયાદનો નિકાલ થયાનો તંત્રએ જવાબ આપ્યો છે. પીએમ આવાસ યોજનામાં પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નથી એટલે પાણી રોડ પર ભરાઈ રહ્યા છે તેવુ સ્થાનિકો જણાવી રહ્યાં છે.









