અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જૂન 2024માં 65થી વધુની વયના વયસ્કો માટે શરૂ કરાયેલો 'સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષ' દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યો છે. સિવિલમાં છ મહિનામાં 10,341 જેટલા સિનિયર સિટીઝન દર્દીઓ આ સેવાનો લાભ લીધો છે. જેમાં 4169 મહિલા અને 6172 પુરુષ દર્દીઓનો સમાવેશ થાય છે, દર્દીઓમાં 85થી 90 વર્ષની ઉંમરના 125 જેટલા દર્દી તેમજ 90 વર્ષ કરતાં વધુ ઉંમરના 100 જેટલા દર્દી છે.


સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિનિયર સિટીઝન કક્ષમાં વૃદ્ધ દર્દીઓને આરામથી બેસવાની, તેમના અલાયદા કેસ રજિસ્ટ્રેશન ડેસ્કની, પીવાના સ્વચ્છ પાણી તેમજ ટોઇલેટની સાથે છે, સારવાર તેમજ તપાસમાં પ્રાથમિકતા આપવામાં આવે તે પ્રમાણેની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલ દ્વારા કાર્યરત કરવામાં આવી છે.


  • Follow us on: